આ અંગેની માહીતી સુરક્ષા અધિકારીઓએ શનિવારના રોજ જણાવી હતી. અગાઉ પણ પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ કહ્યું હતું કે, જૈશનાં મુખ્ય વડા હાલ બીમાર છે.
આ બાબતે સુરક્ષા અધિકારીએ કહ્યુ હતું. તાજેતરના અહેવાલો દર્શાવે છે કે, અજહરની કિડની કામ કરતી બંધ થઇ ગઇ છે, અને પાકિસ્તાની સેનાના વડામથક રાવલપિંડી ખાતે લશ્કરી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે અને તેનું નિયમિત ડાયાલિસિસ થઈ રહ્યું છે.
કુરેશીએ ગુરુવારે કહ્યું હતું કે, મને મળેલ માહિતી મુજબ, તે પાકિસ્તાનમાં છે. તે એટલા હદ સુધી બીમાર છે કે, તે ઘરમાંથી બહાર પણ નીકળી શકતા નથી.
અધિકારીએ વધુમાં કહ્યું કે, જૈશ-એ-મોહમ્મદનો મુખ્યા ઓસામા બિન લાદેનનો નજીકનો સાથી હતો. તેમણે અનેક આફ્રિકન દેશોમાં આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે, અને તે પાકિસ્તાનનાં મંડળ તરીકે પણ ઓળખાય છે, જે બ્રિટનની મસ્જિદોમાં જેહાદનાં પાઠ શીખવે છે.
50 વર્ષીય આતંકવાદી ગેંગસ્ટર એટલો પ્રભાવશાળી છે કે, જ્યારે ઇન્ડિયન એરલાઇન્સનું અપહરણ કરાયેલા વિમાન IC -814ના આતંકવાદીઓના કબ્જામાંથી છોડવાના બદલામા ભારતે તેને કંધારમા 31 ડિસેમ્બર, 1999 ના રોજ તેને મુક્ત કર્યો હતો, ત્યારે લાદેને તે જ રાત્રે તેની માટે ભોજનનું આયોજન કર્યુ હતું.
અજહરને જમ્મુ-કાશ્મીરમાં જેહાદ પાઠ શીખવવા બદલ 1994માં ધરપકડ કરવામાં આવ્યો હતો.