ETV Bharat / bharat

નેતાજી સુભાષચંદ્ર બોઝની ભારતમાં અંતિમ સફર

17 જાન્યુઆરી 1941ની રાત્રે 1.35 વાગ્યે કોલકાતાના અલગિન રોડ સ્થિત 38/2 મકાન એક ઐતિહાસિક ઘટાનાનું સાક્ષી બન્યું. આ સમય સદીઓ સુધી યાદગાર બની રહેશે. ઇતિહાસનો એ અધ્યાય છે, જે આજ સુધી પૂર્ણ થયો નથી.

સુભાષચંદ્ર બોઝની ભારતમાં અંતિમ સફર
સુભાષચંદ્ર બોઝની ભારતમાં અંતિમ સફર
author img

By

Published : Jan 23, 2021, 12:16 PM IST

Updated : Jan 23, 2021, 1:26 PM IST

કોલકાતા : તે દિવસોમાં બ્રિટીશ હકુમતે નેતાજી સુભાષચંદ્ર બોઝને ઘરમાં નજરકેદ હેઠળ રાખ્યા હતા. પરંતુ જે આખા દેશને આઝાદ કરવાના સપના જોતા હોય તેમને એ કેમ મંજૂર હોય. સુભાષચંદ્ર બોઝે એક પઠાણનો વેશ ધારણ કર્યો અને પોતાની કાર બીએલએ 7169માં બેસીને બ્રિટિશ એજન્ટોની આંખમાં ધૂળ નાખીને કોલકાતાની સીમાથી નીકળી ગયા. નેતાજીના ભત્રીજા ડૉ. શિશિર બોઝ આખી રાત કાર ચલાવતા રહ્યા અને ધનબાદ પહોંચી ગયા.

સુભાષચંદ્ર બોઝ
આ કારથી રવાના થયા હતા સુભાષચંદ્ર બોઝ

ડૉ. શિશિર બોઝના દીકરા સુગાતોએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 16-17 જાન્યુઆરીની રાત્રે આશરે 1: 45 મિનિટ પર નેતાજી પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા અને નીચે આવ્યા. તેમના પિતા નેતાજીને કારમાં બેસાડીને કારમાં લઇ ગયા. તે આખી રાત કાર ચલાવતા રહ્યા જ્યાં સુધી બરારી નામની જગ્યા સુધી ન પહોંચ્યા.

છેલ્લે ધનબાદના ગોમોમાં જોવા મળ્યા સુભાષચંદ્ર બોઝ

મહાન યુદ્ધ પહેલા સુભાષચંદ્ર બોઝ છેલ્લે ધનબાદના ગોમોમાં જોવા મળ્યા હતા. નેતાજીના મિત્ર શેખ મોહમ્મદ અબ્દુલ્લાના પૌત્ર શેખ મોહમ્મદ ફખરૂલ્લાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, આઝાદીની લડત દરમિયાન નેતાજી ઘણી વાર તેમના દાદાને મળવા વેશ બદલીને આવતા હતા. 18 જાન્યુઆરી 1941 ની સવારે નેતાજી પઠાણના વેશમાં આવ્યા. શેખ અબ્દુલ્લાને મળ્યા પછી અમીન નામના દરજીએ તેને બપોરે 12 વાગ્યે ગોમો સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર ઉભેલી કાલકા મેલમાં બેસાડ્યા.

સુભાષચંદ્ર બોઝ
ગોમા સ્ટેશન પર લાગ્યું સ્મારક

અમૃતસરથી પેશાવર થઇને જાપાન પહોંચ્યા

સુભાષચંદ્ર બોઝ આગલા દિવસે અમૃતસર પહોંચ્યા અને સડક માર્ગથી પેશાવર થઇને અફગાનિસ્તાન ચાલ્યા ગયા. પરંતુ સુભાષ ચંદ્ર બોઝ લગભગ અડધી દુનિયા તુર્કી અને બર્લિન થઈને જાપાન પહોંચી ગયા. ઇતિહાસનાં પાનામાં આ ઘટના ધ ગ્રેટ સ્કેપ ઓફ નેતાજી તરીકે નોંધાઈ છે.

થોડા મહીના બાદ તેમણે રેટિયો સ્ટેશનથી દેશવાસીઓને સંબોધન કર્યું. આઝાદ હિન્દ ફોઝની કમાન સંભાળી અને બ્રિટિશ હકુમતને સીધો પડકાર આપ્યો. સુભાષચંદ્ર બોઝનું તે સંબોધન હજી પણ આપણી રગોમાં ગરમ લોહી વહેતું કરે છે. તેમણે કહ્યું કે, હવે આપણી સ્વતંત્રતા નિશ્ચિત છે, પરંતુ આઝાદી બલિદાનની માંગે છે. સુભાષચંદ્ર બોઝની આગળની જીંદગી અનેક રહસ્યોથી ભરેલી છે. કહેવાય છે કે,1945માં એક વિમાન દુર્ઘટનામાં નેતાજીનું મોત થયું. પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.

Last Updated : Jan 23, 2021, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.