નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમને રવિવારે જાહેરાત કરી કે આરોગ્ય પરના જાહેર ખર્ચમાં વધારો કરવામાં અને દેશભરના દરેક જિલ્લામાં ચેપી રોગોની સારવાર માટે એક સમર્પિત હોસ્પિટલ બ્લૉક બનાવવામાં આવશે.
તેમણે કહ્યું કે તમામ જિલ્લામાં ચેપી રોગ માટે એક હોસ્પિટલ બ્લૉક હશે, ગ્રામીણ વિસ્તારોમાં પ્રયોગશાળા નેટવર્કની અપૂર્ણતા ઘટાડવા માટે દરેક બ્લૉકમાં જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓ બનાવવામાં આવશે. વડાપ્રધાને કહ્યું હતું કે કોવિડ-19 જેવી કોઇપણ મહામારીથી ઉત્પન્ન પડકારોનો સામનો કરવા માટે આત્મનિર્ભર અને તૈયાર રહેવાની જરૂર છે. સીતારમને સરકાર દ્વારા જાહેર કરાયેલા આર્થિક પેકેજના અંતિમ હપ્તાની ઘોષણા કરતા વધુમાં કહ્યું કે તેથી જાહેર અને ખાનગી બંને ભંડોળ સાથે હોસ્પિટલો અને પ્રયોગશાળાઓ સ્થાપવા પર મોટો ભાર છે.
તેમણે કહ્યું કે આરોગ્ય પર જાહેર ખર્ચ વધારવામાં આવશે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો માટે જમીન સ્તરના રોકાણમાં વધારો કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશ માટે આત્મનિર્ભર બનવા અને કોવિડ-19 કટોકટીને પહોંચી વળવા 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કર્યા બાદ આ ઘોષણાઓ કરવામાં આવી છે.