કેરળમાં સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાના મંદિરના દ્વાર 2 મહિના ચાલનાર તીર્થયાત્રા મંડલા-મકરવિલક્કૂ માટે શનિવારે ખોલવામાં આવ્યા છે. મંદિરના મુખ્ય પૂજારી કંડરારૂ મહેશ મોહનરારૂએ સવારે 5 કલાકે મંદિરનો દરવાજો ખોલીને પૂજા અર્ચના કરી હતી.
કેરળના પથનમથિટ્ટા જિલ્લામાં પશ્ચિમી ઘાટના અનામત જંગલ વિસ્તાર સ્થિત મંદિરમાં કેરળ, તમિલનાડુ અને અન્ય પાડોશી રાજ્યોના હજારો શ્રદ્ધાળુ દર્શન માટે પહોંચ્યા છે.
દરમિયાન સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કરવા જઇ રહેલી 10 મહિલાઓને પોલીસે દર્શન કરવા દીધાં ન હતાં. આ તમામ મહિલા 10થી 50 વર્ષની ઉંમરની હતી તથા મહિલાઓ આંધ્ર પ્રદેશથી દર્શન કરવા આવી હતી.
કેરળ સરકારે કહ્યું કે, જે મહિલા મંદિરમાં પ્રવેશ કરવા ઈચ્છે, તેમણે કોર્ટમાંથી આદેશ લઇને આવવું પડશે.