ન્યૂઝ ડેસ્ક : દુનિયા ના મોટાભાગના દેશોમાં Covid-19ના પોઝીટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે તેવામાં આ બીમારી સામે લડવા માટેની કેટલીક દવાઓની અછત પણ એક નવો પડકાર ઉભો કરી રહી છે. ખાસ કરીને કોરોના વાઇરસનું કેન્દ્ર બનેલા યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશો સૌથી વધુ અછતની સ્થીતિનો સામનો કરી રહ્યા છે. કેટલાક મીડિયા રીપોર્ટ પ્રમાણે આ દેશોમાં ફેન્ટાનીલ, મીડાઝોલેમ અને પ્રોપોફોઅલ જેવા આલ્બ્યુટોરલ ન્યુરોમસ્ક્યુલર બ્લોકર સેડેટીવ; તેમજ સેપ્ટીક શોક માટે વાસોપ્રેસર્સ જેવી દવાઓ અને સાધનોની માંગ વધવાને કારણે તેની અછત સર્જાઈ છે.
યુએસમાં આવેલી 3000 હોસ્પીટલ અને હેલ્થકેર ફેસેલીટી આપતી સંસ્થાઓ માટે દવાઓ મોકલવાની કામગીરી કરતા, વીઝીઅન્ટ ખાતે આવેલા એક ફાર્મસી સોલ્યુસન્સના ગૃપના વાઈસ પ્રેસીડન્ટ, ડેન કીસ્ટનરના નિવેદનને ‘મેડસ્કેપ મેડીકલ ન્યુઝે’ નોંધ્યુ હતુ, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, “સામાન્ય રીતે જે દરે હોસ્પીટલોને વેન્ટીલેટર સબંધિત દવાઓનો 95% જથ્થો પહોંચાડી શકાતો હતો તે હવે ઘટીને 60 થી 70% થયો છે.”
પોર્ટલેન્ડમાં આવેલી ‘ઓરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સીટી’ના ઇમર્જન્સી ફીઝીસીયન, ઇસ્થર ચુ, એમડી, એમપીએચ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ટ્વીટ પરથી પણ USની હાલની પરીસ્થીતિનો અંદાજ લગાવી શકાય છે. તેઓ પોતાની ટ્વીટમાં લખે છે, “લોકોને સારવાર આપવા માટે વેન્ટીલેટરનો ઉપયોગ કરવા માટે તેની સાથે કેટલીક દવાઓનો પણ ફરજીયાત ઉપયોગ કરવો પડે છે. આપણા દેશમાં આ બીમારી તેની ટોચ પર પહોંચી તે પહેલાથી જ આપણે આ હોસ્પીટલમાં આ દવાઓની અછત અનુભવી રહ્યા છીએ.”
નોર્થ કેલોરીનાના ચાર્લોટમાં આવેલી હેલ્થકેર ઈમ્પ્રુવમેન્ટ કંપની, પ્રીમીયરે એ તાજેતરમાં પોતાના એક અહેવાલમાં જણાવ્યુ કે Covid-19ની સારવાર માટે વપરાતી 15 દવાઓની હાલ અછત છે અથવા ટુંક સમય સુધી ચાલી શકે તેટલો જથ્થો જ ઉપલબ્ધ છે. ખાસ કરીને ન્યુયોર્કમાં આ સૌથી વધુ અછતની સ્થીતિ છે.
આ અહેવાલમાં આગળ કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસની સારવાર માટે જરૂરી દવા, આલ્બ્યુટરોલની માંગમાં છેલ્લા એક મહિનામાં 1870%નો વધારો થયો છે અને તો બીજી તરફ માંગને પહોંચી વળવા માટે દવાનો પુરતો જથ્થો ઉપલબ્ધ નથી માટે અછતની પરીસ્થીતિનું નિર્માણ થયું છે. તેવી જ રીતે દેશભરમાં માર્ચ મહિના દરમીયાન ફેનેટાયલની માંગ પણ બમણી થઈ છે જ્યારે ન્યુયોર્કમાં તેની માંગમાં 533%નો વધારો નોંધાયો છે. પ્રીમીયરના અહેવાલમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે, હાલ માત્ર 61% ઓર્ડરને જ દવાનો જથ્થો પહોચાડી શકાય તેવી પરીસ્થીતિ છે.
રક્ષણાત્મક સાધનો બાબતે ભારત પણ અછતનો સામનો કરી રહ્યુ છે
Covid-19 સામેની લડાઈ માટે જરૂરી સાધનો અને દવાઓની અછતની સ્થીતિ ભારતમાં પણ ટૂંક સમયમાં આવી શકે છે.
હાલમાં જે ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ફોર મેડીકલ સાયન્સ (AIIMS)ના રેસીડન્ટ ડૉક્ટરના એસોસીએસને (RDA) ડીરેક્ટરને એક પત્ર લખ્યો છે જેમાં પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વીપ્મેન્ટની (PPE) અછત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. આ PPE માં માસ્ક અને ગ્વોવ્ઝ જેવા સાધનોનો સમાવેશ થાય છે.
કેટલાક ડૉક્ટર દ્વારા આ મુદ્દાને સોશીયલ મીડિયા પર પણ લોકો સમક્ષ મુકવામાં આવ્યો છે.
27 ફેબ્રુઆરી, 2020ની વિશ્વ આરોગ્ય સંસ્થાએ પોતાની ગાઇડલાઇનમાં દરેક દેશને પુરતા પ્રમાણમાં PPE નો સ્ટોક ઉભો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તેમ છતા, દેશમાં અછતની સ્થીતિ વચ્ચે પણ થોડા દીવસો પહેલા સુધી ભારત સરકાર દ્વારા પ્રોટેક્ટીવ ઇક્વીપ્મેન્ટ્સની નિકાસ કરવામાં આવી રહી હતી.
વિશ્વભરમાં Covid-19ના 1,278,383 કેસ નોંધાઈ ચુક્યા છે જ્યારે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 69,756ને પાર પહોંચી ગયો છે. જ્યારે માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરીકામાં Covid-19ના દુનિયાના સૌથી વધારે 309,254 એક્ટીવ કેસ નોંધાયા છે તેમજ મૃત્યુઆંક 9,620ને પાર પહોંચી ગયો છે.
ભારતમાં 109 મૃત્યુ સાથે કોરોનાના 3,666 એક્ટીવ કેસ નોંધાયા છે.