ETV Bharat / bharat

હૈદરાબાદમાં વાવાઝોડું શહેરના ઉત્તર-પશ્ચિમથી 25 કિલોમીટરના અંતરેથી પસાર થયું, 24 કલાકથી ભારે વરસાદ શરૂ - Cyclone in Hyderabad

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં છેલ્લા 24 કલાકથી વરસાદ શરૂ છે. ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. આ મુશળધાર વરસાદમાં વાહનો રસ્તાઓ પર તરતા જોવા મળ્યા હતા. ત્યારે વરસાદને લઇ મોસમ વિભાગે કહ્યું છે કે, હાલ વરસાદ એક બે દિવસ સુધી રહેશે. મોસમ વિભાગે ગુરુવારે હૈદરાબાદ સહિત અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હૈદરાબાદમાં ભારે વરસાદ
હૈદરાબાદમાં ભારે વરસાદ
author img

By

Published : Oct 14, 2020, 5:48 PM IST

હૈદરાબાદ : તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં છેલ્લા 24 કલાકથી વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. મંગળવારે સવારે 8 વાગ્યા સુધી મેડચલ મલ્કાજગિરી જિલ્લામાં સિંગાપુર ટાઉનશિપમાં 292.5 મીમી વરસાદ નોંધાયો હતો. યદ્રાદ્રી જિલ્લાના વર્કેલ પાલ્લેમાં 250.8 મીમી વરસાદ નોંધાયો હતો.

ભદ્રાદ્રી જિલ્લમામાં જળાશયો ભરાઇ ગયા છે, વહીવટીતંત્ર દ્વારા જળાશયો પાસે ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે. મુખ્ય સચિવ સોમેશ કુમારે તમામ જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ કર્યો છે. જોકે પોલીસે લોકોને ઘરેથી બહાર ન જવા અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.