હૈદરાબાદ: કૉવિડ-19 પ્રકોપ સામે દેશોની તૈયારીઓના પ્રયાસને ટેકો આપવા હૂના આરોગ્ય સુરક્ષા અને તૈયારી વિભાગે વિવિધ કૉવિડ-૧૯ ટેબલટૉપ ઍક્સર્સાઇઝ (સિમએફઍક્સ) પેકેજ વિકસાવ્યા છે, તેમ એક અધિકારીએ કહ્યું હતું.
જોકે માર્ચની મધ્યમાં લંડનની ઇમ્પિરિયલ કૉલેજના નમૂનાએ જો યુકે અને અમેરિકામાં વાઇરસને ફેલાતો અટકાવવા કોઈ પગલાં નહીં લેવાય તો કૉવિડ-૧૯થી યુકેમાં ૫,૦૦,૦૦૦થી વધુ કુલ મૃત્યુની આગાહી કરી હતી અને અમેરિકામાં ૨૨ લાખ મૃત્યુની આગાહી કરી હતી.
બીજી તરફ, વિશ્વ ભરની સરકારો આ મહામારીમાં નિર્ણયો માટે માર્ગદર્શનમાં મદદ માટે ગણિતીય અનુમાનો પર આધાર રાખી રહી છે.
નિષ્ણાતો મુજબ, કટોકટીમાં મૉડેલિંગ ટીમે જે માહિતી વિશ્લેષણ કર્યું છે તેના એક ભાગ માટે જ કમ્પ્યૂટર નિર્માણ થાય છે, ફર્ગ્યુસનની નોંધો નીતિ કરવાનો વધુમાં વધુ અગત્યનો ભાગ બની રહી છે. પરંતુ તેઓ અને અન્ય મૉડેલર ચેતવણી આપે છે તેમ, સાર્સ-કૉવ-૨ (Sars-CoV-2) કઈ રીતે ફેલાયો છે તે વિશેની ઘણી માહિતી હજુ પણ અજાણી છે અને તેનો અંદાજ અથવા અનુમાન લગાવું જ જોઈએ અને તે આગાહીની ચોકસાઈને મર્યાદિત કરે છે.
સંશોધક કહે છે કે અનેક મૉડલ જે રોગ કઈ રીતે ફેલાયો તેની પ્રક્રિયાની નકલ કરે છે તે વ્યક્તિગત શૈક્ષણિક સમૂહો જેવા છે જે પોતાનો વિકાસ વર્ષોથી કરતા રહ્યા છે. પરંતુ ગણિતીય સિદ્ધાંતો એકસરખા છે. તેઓ ત્રણ મુખ્ય રાજ્યો વચ્ચે લોકોએ કઈ રીતે આવાગમન કર્યું અને કેટલી ઝડપથી, તે સમજવા આસપાસ આધારિત છે: વ્યક્તિઓ કાં તો વાઇરસને ખૂબ જ ગ્રહણશીલ (S) હોય છે; તેઓ તેના ચેપવાળા બની ગયા હોય છે (I) અથવા પછી કાં તો સાજા થાય છે (R) અથવા મૃત્યુ પામે છે.
સરળમાં સરળ SIR મૉડલ પાયાના અનુમાનો કરે છે જેમ કે ચેપવાળી વ્યક્તિ પાસેથી વાઇરસ ગ્રહણ કરવાની દરેક પાસે સમાન તક હોય છે કારણકે વસતિ પૂર્ણ રીતે અને સમાન રીતે મિશ્ર થઈ ગઈ છે અને રોગ સાથેના લોકો જ્યાં સુધી મૃત્યુ ન પામે કે સાજા ન થાય ત્યાં સુધી સમાન રીતે ચેપી છે.
મૉડેલર અલગ-અલગ રીતે લોકોની પ્રવૃત્તિઓની નકલ કરે છે. 'સમીકરણ આધારિત મૉડલો'માં વ્યક્તિઓને વસતિ સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પરંતુ વાસ્તવકિતાને વધુ સારી રીતે દર્શાવવા સમૂહોને નાના, વધુ પ્રતિનિધિરૂપ સામાજિક પેટા સમૂહોમાં વહેંચવામાં આવે છે તેમ મૉડલ વધુ ને વધુ જટિલ બનતા જાય છે.
મિડિયા અહેવાલોએ સૂચવ્યું છે કે માર્ચની શરૂઆતમાં ઇમ્પિરિયલ ટીમના મૉડલને તાજા કરવું તે મહામારી પર તેની નીતિ બદલવામાં યુકે સરકારને ઝટકો આપવામાં મહત્ત્વનું પરિબળ હતું. સંશોધકોએ શરૂઆતમાં અંદાજ આપ્યો હતો કે હૉસ્પિટલના કેસોના ૧૫ ટકાને ઇન્ટેન્સિવ કૉર યુનિટ (આઈસીયૂ)માં સારવાર કરવાની જરૂરિયાત છે, પરંતુ પછી તેને તાજા કરીને ૩૦ ટકા કરાઈ, આ આંકડો ૧૬ માર્ચે તેમના કામને પ્રથમ વાર જાહેરમાં જાહેર કરવામાં વપરાયો હતો.