જ્મ્મૂ-કાશ્મીર પોલીસે આરોપીના પત્ર અનુસાર 8 વર્ષની બાળકીને 10 જાન્યુઆરી 2018ના રોજ અપહરણ કરી કઠુઆ જીલ્લાના એક ગામના ધાર્મિક સ્થળ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્યાગબાદ બાળકીનું હત્યા કરવામાં આવી હતી.
અપરાધ શાખાએ આ મામલે ગ્રામ પ્રધાન સાંજી રામ, અને તેમના પુત્ર વિશાલ, કિશોર ભત્રીજા તેમના મિત્ર આનંદ દત્તાની ઘરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 2 વિશેષ પોલીસ અધિકારીઓ દીપક ખજુરિયા અને સુરેન્દ્ર વર્માની ઘરપકડ કરવામાં આવી હતી.
આ મામલે જીલ્લા અને ન્યાયાધીશે 8 આરોપીઓમાંથી 7 વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાનો આરોપ હતો. જેમાં એક વ્યક્તિ સગીર હોવાનું જણાવવામાં આવ્યું હતુ. ત્યારે 7 આરોપીમાંથી 6 આરોપી સાંજીરામ, દીપક, આનંદ દત્તા , તિલક રાજ પ્રવેશ કુમાર અને સુરેન્દ્ર વર્માં દોષી જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે વિશાલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. 3 વાગ્યે સજાનું એલાન કરવામાં આવશે.