ETV Bharat / bharat

પ્રકૃતિ માતાનું ઋણ ચુકવવાનો પડકાર

ન્યુઝ ડેસ્ક: ભારતીય ઉપખંડમાં વૈવિધ્યસભર વાતાવરણ છે. તેના કારણે દેશમાં ખૂબ જ જૈવિક વૈવિધ્ય જોવા મળે છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી વિવિધ પ્રકારના વિવિધ વનસ્પતિ અને જીવજંતુની આપણને ભેટ મળેલી છે. જોકે જ્યારે આપણે દેશમાં નાગરિકોની સંખ્યા સાથે વનસ્પતિની સંખ્યાની સરખામણી કરીએ તો ઘટતા જતા આંકડાઓ જોઈને દુઃખ થાય છે. જ્યારે વિશ્વમાં માથા દીઠ લગભગ 422 વૃક્ષો સરેરાશ છે, ભારતમાં તે માત્ર વ્યક્તિ દીઠ 28 જ છે. વધુ દુઃખની વાત એ છે કે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં વ્યક્તિ દીઠ માત્ર ચાર ઝાડ જ છે.

પ્રકૃતિ માતાનું ઋણ ચુકવવાનો પડકાર
પ્રકૃતિ માતાનું ઋણ ચુકવવાનો પડકાર
author img

By

Published : Nov 26, 2019, 12:37 PM IST

છોડ-વૃક્ષોની સુરક્ષા પર ધ્યાન આપશો!!

વૃક્ષો શ્રેષ્ઠ શિક્ષકો છે જે નિ:સ્વાર્થપણું અને ત્યાગ શીખવે છે.”

જનધ્યાલ પપય્યાસાસ્ત્રી

જો કોઈ પણ વ્યક્તિ જોઈ શકે તેવું સેવાલક્ષી નિઃસ્વાર્થ મદદનું જીવંત ઉદાહરણ હોય તો તે વૃક્ષ સિવાય બીજા કોઈનું ન હોઈ શકે. આ ગ્રહ પર જીવતી દરેક ચીજ ઑક્સિજનથી જીવે છે જે આપણને વૃક્ષો પૂરો પાડે છે, વૃક્ષો તેની સાથે ફળો, પાંદડાઓ, ઔષધિઓ, લાકડાં અને આપણી, માનવની અન્ય આજીવિકા પણ પૂરાં પાડે છે. આથી, એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે જો પૃથ્વી પર કોઈ વૃક્ષ ન હોય તો જીવનનું અસ્તિત્વ જ જોખમમાં આવી જાય.

યુગો જૂની પરંપરાઓ અને ભાવનાઓના કારણે ભારત કોઈ પણ રૂપમાં જીવ અને પ્રકૃત્તિને પૂજવાની પરંપરાગત પદ્ધતિમાં પ્રથમ ક્રમે આવે છે. જોકે વૃક્ષો કાપવાના ઉચ્ચ દરવાળા દેશોની યાદીમાં પણ આપણે ટોચે આવીએ છીએ તે ખૂબ જ ચેતવણીજનક છે!! વધુમાં, દેશમાં વ્યક્તિ દીઠ વૃક્ષના સૌથી ઓછા દરવાળા દેશની યાદીમાં પણ આપણે છીએ.

આવા તબક્કામાં, ‘ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ’ જેવાં સંગઠનો હોવાં તે આશીર્વાદ છે જે સમયની આવશ્યક્તા પ્રમાણે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેઓ વિદ્યાર્થીઓ, રાજકારણીઓ, અમલદારો, મહાનુભાવો અને સામાન્ય માનવીઓ સહિતના સમાજના તમામ હિતધારકો સાથે ભાગીદારી કરીને તેઓ આમ કરે છે.

જોખમમાં મૂકાયેલાં વનો

ભારતીય ઉપખંડમાં વૈવિધ્યસભર વાતાવરણ છે, તેના કારણે દેશમાં ખૂબ જ જૈવિક વૈવિધ્ય જોવા મળે છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી વિવિધ પ્રકારના વિવિધ વનસ્પતિ અને જીવજંતુની આપણને ભેટ મળેલી છે. જોકે જ્યારે આપણે દેશમાં નાગરિકોની સંખ્યા સાથે વનસ્પતિની સંખ્યાની સરખામણી કરીએ તો ઘટતા જતા આંકડાઓ જોઈને દુઃખ થાય છે. જ્યારે વિશ્વમાં માથા દીઠ લગભગ ૪૨૨ વૃક્ષો સરેરાશ છે, ભારતમાં તે માત્ર વ્યક્તિ દીઠ 28 જ છે. વધુ દુઃખની વાત એ છે કે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં વ્યક્તિ દીઠ માત્ર ચાર ઝાડ જ છે.

સંપૂર્ણ લીલાંછમ અને સ્વચ્છ શહેરોની યાદીમાં કેનેડા સર્વોચ્ચ ક્રમે છે જેમાં વ્યક્તિ દીઠ વૃક્ષારોપણ 8953 છે. તે પછી 4461 વૃક્ષારોપણ સાથે રશિયા અને 3266 વૃક્ષો સાથે ઑસ્ટ્રેલિયા છે. વ્યક્તિ દીઠ વૃક્ષારોપણમાં આ સૂચિ અલગ કેમ છે તે પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે, તેમાંના કેટલાંક સરકારી નીતિઓની અસર, વર્ષોથી હરિયાળી, લોકજાગૃતિ અને સક્રિય લોક સહભાગિતા હોઈ શકે. આમાંના તમામ અથવા મોટા ભાગના ભારતમાં જોવાં નથી મળતાં, જે વૃક્ષો કપાવા માટેની ચિંતાનું કારણ છે અને ફરીથી વૃક્ષો વાવવા પ્રત્યે ઉદાસીનતા પણ ચિંતાનું કારણ છે. આ રીતે આપણે દેશમાં વન લુપ્ત થવાના ઉચ્ચ દર તરફ આગળ વધી રહ્યા છીએ.

એક અમેરિકી સંશોધન સંસ્થા દ્વારા હાથ ધરાયેલા એક સર્વેક્ષણ મુજબ, અંદાજે 1000 કરોડ હૅક્ટરના વૃક્ષારોપણ દ્વારા પૃથ્વીને હરિયાળી બનાવવાની ધારણા છે. જોકે વર્ષ 1990થી અંદાજે 12.9 કરોડ હૅક્ટર જમીન ગ્રહની સપાટીથી વિખૂટી પડી ગઈ છે અને તે ચેતવણીજનક દરે પાછળ જતી જાય છે. આના માટેનાં વિવિધ કારણોમાં લાકડાંની દાણચોરી, વન્યજીવનો શિકાર, દાવાનળ, ઔદ્યોગિકરણ, જમીન સુધારણા અને ખેતી માટે વનની જમીનને સાફ કરવી અને અન્ય અનેક માનવસર્જિત ભૂલોનો સમાવેશ થાય છે. લગભગ 90 કરોડ લોકો તેમની આજીવિકા માટે વન પર આશ્રિત છે.

ખાસ કરીને ભારતમાં, આપણે ઊંચા દરે વનો ગુમાવી રહ્યા છીએ. 1988ની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર, ભારતની ત્રીજા ભાગની જમીન વન સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. જોકે, વર્તમાનમાં, દેશમાં વન દ્વારા રોકાયેલી જમીન કુલ જમીનના માત્ર 24.39 ટકા જ છે. ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વે ઑર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 2017માં અપાયેલા એક સર્વેક્ષણ અહેવાલમાં, દર વર્ષે વનોન્મૂલન ઝડપથી વધી રહ્યું છે. આપણી પોતાની આંખ સામે ખૂબ જ ઝડપી ગતિએ જંગલો નાશ પામી રહ્યાં છે. બંને તેલુગુ રાજ્યો પણ આમાં કંઈ અપવાદરૂપ નથી અને હકીકતે આ રાજ્યોમાં બાકીના દેશ કરતાં વધુ ઝડપી વનોન્મૂલન થઈ રહ્યું છે.

તેલંગાણાની રાજધાની હૈદરાબાદ લીલાંછમ વૃક્ષો, સરોવરો અને અન્ય જળાશયો જેવી વૈવિધ્યસભર જૈવિક પ્રણાલિ માટે જાણીતી છે. દુર્ભાગ્યે, આજે આ શહેર પણ વનોન્મૂલનની ચંગુલમાં છે અને તેણે લગભગ 60 ટકા વનસ્પતિ ગુમાવી દીધી છે જેનું કારણ શહેરની વસતિનાં રહેણાંકો છે. આવી જ સ્થિતિ અન્ય તેલુગુ રાજ્યની છે, જ્યાં પણ રાજ્યની હરિયાળીનું ઉન્મૂલન થઈ રહ્યું છે.

વનોન્મૂલનથી માત્ર અસ્થમા અને અન્ય શ્વાસોચ્છવાસની સમસ્યાઓ જ નથી થઈ રહી પરંતુ તે ચોમાસાના ક્રમ બદલવામાં અને અન્ય પ્રતિકૂળ આબોહવા પરિવર્તન પાછળ તે મુખ્ય પરિબળ બની રહ્યું છે જે જમીન સુધારણા અને કૃષિને અસર પણ કરે છે અને વનસ્પતિ અને જીવજંતુની પ્રજનનની ઋતુ પર પણ અસર કરે છે. જૈવ પ્રણાલિ વનોન્મૂલનની નકારાત્મક અસરો અને વનસ્પતિના અભાવના કારણે ખૂબ જ ખોરવાઈ રહી છે જેનાથી વન્ય જીવોને ખોરાક-પાણીની શોધમાં તેમનાં રહેણાંકો બહાર ધકેલાવું પડી રહ્યું છે. માનવ જાત માટે આવા વનોન્મૂલનની મુખ્ય ચિંતા મુખ્યત્વે ખેતી માટે વરસાદ અને વરસાદના પાણીની પ્રાપ્યતા છે જેનું અંતિમ પરિણામ દુષ્કાળવાળા સમાજ તેમજ જીવનરક્ષક ઑક્સિજનના ઘટાડામાં આવી રહ્યું છે!!

એમ કહેવાય છે કે દર વર્ષે સંપૂર્ણ વિકસેલું ઝાડ આપણને રૂ. 24 લાખની કિંમતનો ઑક્સિજન આપે છે અને 0.53 ટન કાર્બન ડાયૉક્સાઇડ તેમજ અન્ય 1.95 કિગ્રા પ્રદૂષકો પોતાની અંદર સમાવી લે છે. તે 1400 ગેલન વરસાદી પાણી, તેના જમીનની અંદર રહેલાં મૂળમાં સમાવવામાં આપણને મદદ કરે છે. એક તંદુરસ્ત વ્યક્તિ દરરોજ અંદાજે 3 બાટલા (સિલિન્ડર) ઑક્સિજન શ્વાસમાં લે છે. આ દરે જો વ્યક્તિ આજીવન ઑક્સિજન શ્વાસમાં લે તો તેણે તેના અંદાજિત આયુષ્યમાં ઓછામાં ઓછાં ત્રણ વૃક્ષો રોપીને મોટાં કરવાં જોઈએ. માનવો મિત્રતાસભર અને સામાજિક પ્રાણી તરીકે જાણીતા છે, જોકે હવે મોટો પ્રશ્ન એ છે કે આપણા અસ્તિત્વના મૂળભૂત સ્રોત છે તેવાં વૃક્ષો પ્રત્યે આપણે કેટલા મિત્રતાસભર અને કાળજી રાખનાર છીએ.

આ સામૂહિક જવાબદારી છે

‘ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ’ જેવાં સંગઠનો માનવ અસ્તિત્વ માટે વૃક્ષારોપણ અને વનસ્પતિ ઉગાડવાની જરૂરિયાત માટે જાગૃતિ ફેલાવવાના એક માત્ર ઉદ્દેશ્યથી આગળ આવ્યાં છે. સંગઠન દરેક વ્યક્તિને તેના આયુષ્યમાં ઓછામાં ઓછાં ત્રણ વૃક્ષો વાવવાં અને તેની કાળજી લેવા પ્રોત્સાહિત કરે અને આ રીતે તેઓ તેમને મળેલા જીવન એટલે કે ઑક્સિજનના બદલામાં કુદરતનું ઋણ ચૂકવે તે સુનિશ્ચિત કરવાના હેતુથી કામ કરે છે!! આવાં સંગઠનોની અનેક પહેલોના કારણે હવે પર્યાવરણકીય અને વૃક્ષારોપણ સુરક્ષાને સામાજિક જવાબદારી તરીકે માન્યતા મળી છે.

એવો અંદાજ છે કે વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો, વ્યાવસાયિકો, અમલદારો સહિતના લોકો, આઈએએસ, આઈપીએસ, રાજકારણીઓ, રમતજગત-મિડિયા-ફિલ્મ જગતના મહાનુભાવો તેમજ સામાન્ય જનતાના સામૂહિક સમર્થનથી અત્યાર સુધીમાં લગભગ 3.5 કરોડ વૃક્ષો વાવવામાં આવ્યાં છે. વેપાર-ઉદ્યોગો, સંસ્થાઓ વગેરે સહિત સમાજના તમામ હિતધારકો સ્વૈચ્છિક રીતે આગળ આવી રહ્યા છે અને આ અદ્ભુત પહેલમાં ભાગ લઈ રહ્યા છે. આ સંગઠને 38 દેશોમાં તેની સદ્ભાવનાયુક્ત કાર્યવાહીનો પ્રસાર કર્યો છે અને તે સરકાર તરફથી ભંડોળ વગર, કોઈ પણ મદદ વગર કામ કરી રહ્યું છે. આ પોતે જ સંગઠનકીય કાર્યવાહીની સારી ચેષ્ટાનું પ્રતિબિંબ છે.

ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ તમામ હિતધારકો-સરકાર, બિનસરકારી સંસ્થા (એનજીઓ) અને જનતાને એક જ મંચ પર લાવીને સામૂહિક જવાબદારી સ્થપાય તેમજ નજીકના ભવિષ્યમાં ઝડપી પરિણામો મળે તે માટે તેના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. તેનાથી માનવ જાતના નિર્વિઘ્ને અસ્તિત્વ માટે સ્વચ્છ હવા, પાણી અને અન્ય કુદરતી સંસાધનો પૂરાં પાડવાના સામાન્ય ઉદ્દેશ્ય તરફ કામ કરવામાં મદદ મળશે.

તેલંગાણા સરકારે ‘હરિતા હરમ’ નામનો કાર્યક્રમ શરૂ કરીને આ તરફ એક પગલું આગળ ભર્યું છે. આંધ્ર પ્રદેશની સરકાર પણ તેની પાછળ પાછળ ચાલી રહી છે. તે આપણા સહુની જવાબદારી છે કે આવી પહેલો આપણા સારા માટે જ છે અને તે સફળ બનાવવામાં આવે. આ કાર્યક્રમોને સામાન્ય જનતામાં લઈ જવાની અને તેના પર જાગૃતિ કેળવવાની જવાબદારી યુવાનો અને તમામ સ્વયંસેવકોની છે.

વૃક્ષોના ‘જીઓ ટેગિંગ’થી આપણને વિવિધ સ્થાનોમાં વાવેલાં ઝાડની વૃદ્ધિ અને સુરક્ષા પર નજર રાખવામાં મદદ મળશે અને માત્ર વૃક્ષારોપણની સંખ્યા કરતાં આ પહેલ કેટલી ટકાઉ છે તેના પર પ્રકાશ પણ પડશે. સ્થાનિક અધિકારીઓ સ્થાનિક સંસ્થાઓ, કૉલેજ, શાળાઓ વગેરેના સમર્થનથી આ છોડને દત્તક લઈ શકે અને સામૂહિક ઉદ્દેશ્ય માટે વ્યક્તિગત જવાબદારી લઈ શકે.

એ અગત્યનું છે કે શહેરોમાં નવા બગીચા તેમજ વનસ્પતિઓને રોપવાં અને તેને જાળવવામાં અને આ રીતે તમામ શહેરો અને નગરોમાં આજકાલ ઝડપથી ફેલાઈ રહેલા પ્રદૂષણના દૂષણ સામે લડવા માટે ભંડોળ ફાળવવામાં આવે.

જ્યાં ઓછી વનસ્પતિઓ જોવા મળે છે તે વિસ્તારોને ઓળખવાની જરૂર છે અને વિશેષ કિસ્સા તરીકે ચોક્કસ સ્થળોએ વન્યકરણ પ્રક્રિયાઓ શરૂ કરવામાં અધિકારીઓ દ્વારા વધુ પ્રયાસોની જરૂર છે.

સરકારે વિવિધ સંગઠનોને ઓળખવાં જોઈએ અને જે સંગઠનો તથા લોકો નિઃસ્વાર્થપણે આ મોટા હેતુ માટે કામ કરી રહ્યા છે તેમની કદર કરવા માટે આગળ આવવું જોઈએ. આનાથી વધુ અનેક ધંધાદારી પેઢીઓ, સંગઠનોને આ પ્રકારના કામમાં સક્રિય રીતે ભાગ લેવા પ્રોત્સાહન મળશે. કેટલાક પ્રસંગોએ જાગૃતિના કાર્યક્રમો હાથ ધરાવા જોઈએ જે સમયની જરૂરિયાત મુજબ સંદેશો ફેલાવશે.

નિઃશુલ્ક છોડના બદલામાં પૉલિથિન કોથળીઓ, પ્લાસ્ટિકની થેલીઓ, જાર વગેરે જેવી ઘરેઘરે જોવા મળતી પ્લાસ્ટિકની ચીજો લેવી વગેરે પ્રવૃત્તિઓથી સામાન્ય જનતાને કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન મળશે.

પર્યાવરણ બચાવવા માટેના લડવૈયાઓ

જાદવ મોલી પાયેંગ એક પર્યાવરણવાદી છે જે આસામના નાના શહેર જોર્હાતમાંથી આવે છે. તેઓ હવે ભારતના વન માનવ તરીકે પ્રસિદ્ધ છે. તેઓ તેમના નગર પાસે અંદાજે 1300 એકર ઉજ્જડ જમીનમાં અથાક રીતે એકલા હાથે વૃક્ષારોપણ અને ઝાડને જાળવવાની તેમની પ્રવૃત્તિ માટે જાણીતા છે. પેયાંગ તેમના જીવનના ત્રણ દાયકાથી જે રીતે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે તે ખૂબ જ પ્રેરણાદાયક છે. તેમના આ પ્રયાસોથી તેમના ગામના લોકોને દુષ્કાળ, ભૂખમરા અને વિવિધ બીમારીઓ સામે લડવામાં મદદ મળી છે. તેઓ હવે સ્વચ્છ અને હરિયાળું જીવન જીવી રહ્યા છે.

આ જ રીતે તેલુગુ પર્યાવરણ લડવૈયા વનજીવી રમય્યા પણ બંને તેલુગુ રાજ્યો માટે પ્રેરણામૂર્તિ છે. રમય્યા તેલંગાણા રાજ્યના ખમ્મમ જિલ્લામાં અને તેની આસપાસ લગભગ 1000 છોડ વાવવા માટે જાણીતા છે, જેનો હેતુ ફળવાળા અને છાંયડો આપતાં ઝાડ ઉછેરવાનો છે. 80 વર્ષની ઉંમરે આજે પણ, રમય્યા કોઈ પણ તક મળે તો છોડ વાવે છે. રમય્યાની તપસ્યા એવી છે કે તેમની જીવનકથા રાજ્ય સરાકરના છઠ્ઠા ધોરણના સામાજિક પાઠ્યપુસ્તકનો એક પાઠ છે.

ચાલો આપણે સુનિશ્ચિત કરીએ કે આપણે એક ઝાડ વાવવાનો અને તેને ઉછેરવાનો પણ પડકાર ઉપાડીને આપણા અને આપણી ભાવિ પેઢી માટે હરિયાળું ભારત પુનઃ બનાવીએ.

આજ સુધી આપણા જીવન અને આપણી સુખાકારી માટેનો મુખ્ય સ્રોત એવી પ્રકૃતિ માતાનું ઋણ ચુકવવાનો આનાથી વધુ શ્રેષ્ઠ રસ્તો બીજો કયો હોઈ શકે?

- એમ કરુણાકર રેડ્ડી

(ગ્રીન ઇન્ડિયા ચેલેન્જના સ્થાપક)

Intro:Body:

done

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.