- કોવિડ વેક્સીન ડ્રાય ટેસ્ટ માટે તેલંગાણાની પસંદગી
- કેન્દ્ર સરકારે ડ્રાય ટેસ્ટ માટે ત્રણ રાજ્યની પસંદગી કરી
- કેન્દ્ર સરકાર બે રાજ્યની પસંદગી કરી ચૂકી છે
- ત્રીજા રાજ્યમાં ગુજરાત કે ઉત્તરપ્રદેશની કરાશે પસંદગી
હૈદરાબાદઃ મોદી સરકારે સામાન્ય જનતા માટે કોવિડ વેક્સીન ઉપલબ્ધ કરાવવા પહેલા એક ડ્રાય ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ ડ્રાય ટેસ્ટ માટે દેશના ત્રણ રાજ્યની પસંદગી કરી છે, જેમાં દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યની પણ પસંદગી થઈ છે. આ ઉપરાંત હરિયાણાને પણ આ માટે પસંદ કરાયું છે. જ્યારે ત્રીજા રાજ્ય માટે ગુજરાત અથવા તો ઉત્તરપ્રદેશની પસંદગી કરવામાં આવશે.
તેલંગાણાએ સૌથી પહેલા શરૂ કર્યું હતું મિશન ઈન્દ્રધનુષ
તમને જણાવી દઈએ કે, ત્રણ વર્ષ પહેલા તેલંગાણા દેશનું પહેલું રસીકરણ કાર્યક્રમ "મિશન ઈન્દ્રધનુષ" લાગુ કરનારું રાજ્ય બન્યું હતું. ખસરા-રૂબેલા (એમઆર) વેક્સીન, પોલિયો ઈન્જેક્શન વગેરેને ધ્યાનમાં રાખીને મેડિકલ સંસ્થાએ તેલંગાણાને આ ડ્રાય ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવી છે.
તબક્કાવાર થશે ટેસ્ટ
રસીકરણ દરમિયાન જે પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવતું હોય છે. તેને ડ્રાય રાખીને પરિક્ષણ કરવામાં આવે છે. કોવિડ રસીને ત્યાંથી રાજ્યના ઠંડા સ્થળ પર સંગ્રહિત કરવામાં આવતી હોય છે. ત્યારબાદ જિલ્લા સ્તરના સંગ્રહમાં મોકલવામાં આવે છે. સૌથી છેલ્લા હોસ્પિટલમાં રસી આપવામાં આવે છે. આ ક્રમમાં સાવધાની રાખવી પડતી હોય છે. આ પ્રક્રિયામાં સૌથી નાનામાં નાની બાબતને પણ ચકાસવામાં આવતી હોય છે.