નવી દિલ્હીઃ જસ્ટિસ સાધના જાધવ અને જસ્ટિસ એનજે જામદારની બેન્ચ જિગ્નેશ શાહની કંપની 63 મૂન્સની અરજી પર સુનાવણી કરી રહી હતી.
બેન્ચની સામે સીબીઆઇના વકીલ હિતેન વેનગાવકરે એજન્સી તરફથી એક શપથપત્ર રજૂ કર્યું હતું. જેમાં કંપની તરફથી દાખલ ફરિયાદ નાણા મંત્રાલયના આર્થિક કેસના વિભાગના ચીફ વિજિલેન્સ ઓફિસરને મોકલવામાં આવી છે.
63 મૂન્સના વકીલે આ મામલે હાઇ પ્રોફાઇલ ષડયંત્ર બતાવતા તપાસ કરવાની માગ કરી છે. કોર્ટે આ મામલે ત્રણ મહીના બાદની તારીખ નક્કી કરી છે. કંપની તરફથી 15 ફેબ્રુઆરી, 2019 સીબીઆઇની પાસે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડના અરબો રુપિયાનું પેમેન્ટ ડિફોલ્ટ ગોટાળો સામે આવવા પર ચિદમ્બરમ અને અન્ય બે અધિકારીઓએ પોતાના પદનો દુરૂપયોગ કરીને કંપનીને નુકસાન પહોંચાડ્યું હતું.