સુરક્ષા માટે રોડની આસપાસ 88 સીસીટીવી કેમેરા લગાવાયા
જાણકારી મુજબ, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDAની સરકારને પૂર્ણ બહુમત આપવામાં આવ્યો છે. તેના કારણે બપોર પછી કોઈ પણ સમયે ભાજપ કાર્યાલયમાં વડાપ્રધાન મોદી આવે તેવી શક્યતાઓ છે. પોલીસ પણ આ અંગે વાકેફ છે. તેને ધ્યાનમાં રાખતા સુરક્ષા અને ટ્રાફિક અંગે દિલ્હી પોલીસ તૈયારીઓ કરી રહી છે.
સામાન્ય રીતે વડાપ્રધાનના આગમનની જાણકારી 2થી 6 કલાક પહેલા આપવામાં આવે છે. હજી સુધી આ અંગે તેમનો કાર્યક્રમ તૈયાર નથી. પરંતુ પોલીસે તે માટે અગાઉથી જ બધી તૈયારીઓ કરી દીધી છે. અહીંના દરવાજા પર 24 કલાક સુરક્ષાકર્મી હાજર રહે છે. જ્યારે આસપાસ રોડ ઉપર 88 કેમેરા લગાવવામાં આવ્યા છે.
SPGએ સુરક્ષા અંગે કરી તપાસ
ભાજપા કાર્યાલયની અંદરની સુરક્ષાની જવાબદારી એસપીજીને સોંપાયેલ છે. જ્યારે બહારની તપાસની જવાબદારી દિલ્હી પોલીસની પાસે રહે છે. અહીંની સુરક્ષાની તપાસ માટે SPGની ટીમ પહોંચી હતી. બે ડઝનથી વધારે જવાનોએ અહીં આવીને સુરક્ષા અંગે તપાસ કરી હતી. તેના કારણે વડાપ્રધાન ગુરુવારે પોતે અહીં આવે તેમ માનવામાં આવી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો પોલીસ અને SPG સવારથી અહીંયા હાજર રહેશે. કાર્યાલયની બહાર પણ સાંજ સુધી હજારો કાર્યકર્તા અને સમર્થકો એકત્રિત થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસે પોલીસ સુરક્ષા-વ્યવસ્થા ઉભી કરશે.