નવી દિલ્હી: કોંગ્રેસ નેતા શશિ થરૂરને કથિત નિવેદન વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે થરૂરે કહ્યું કે, નાગરિકતા સુધારા કાયદા (CAA)નો અમલ કરીને અલી ઝીણાના બે રાષ્ટ્રના સિદ્ધાંતને પૂર્ણ કરવા જઇ રહ્યાં છે. શશિ થરૂરે કહ્યું કે, હું એ નહીં કહ્યું કે ઝીણા જીતી ગયો, પરંતું ઝીણા જીતી રહ્યો છે.
શશિ થરૂરે કહ્યું કે, નાગરિકતા સુધારા કાયદા (CAA) રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (NPR) અને NRC રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટરને લાગુ કરવામાં આવશે, તો કામ ઝીણા જીતી જશે.
ઝીણા કહેશે કે, તેઓ સાચા હતા. કારણ કે, મુસ્લિમ એક અલગ રાષ્ટ્રના લાયક છે, કારણ કે, હિન્દુઓ મુસ્લિમોના પ્રત્યે નિષ્પક્ષ ના રહી શકે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, CAA પાસ થઇ ગયું છે. સુપ્રીમ કોર્ટના સિવાય નાગરિકતા કાયદોને કોઇ ના રોકી શકે. શશિ થરૂરે કહ્યું કે, CAA નાગરિકતા કેન્દ્ર સરકારનો વિશષ છે અને કેન્દ્ર સરકાર નાગરિકતા આપે છે. પરંતું નાગરિકતા કાયદા મુદ્દે રાજ્ય સરકારો વિરોધ કરી રહી છે તો, કેન્દ્ર સરકારે રાજ્યોને વાત સાંભવી જોઇએ.