શ્રીનગરઃ બડગામમાં અરિજલ ખાનસૈબમાં આતંકીઓની છાવણીની બાતમી મળી હતી. જેના આધારે લશ્કર-એ- તૈયબાના એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં પકડયેલા અપરાધીનું નામ જહૂર વાની હોવાનું સામે આવ્યું છે. હાલ, પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં વધુ લોકો પકડાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.