આઈઝોલ / સિલ્વર : આસામ-મિઝોરમ સરહદ પર બે રાજ્યોના લોકો વચ્ચે હિંસક અથડામણ બાદ તણાવની સ્થતિ ઉભી થઈ હતી. આ અથડામણમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. મિઝોરમના કોલાસિબ જિલ્લા અને આસમના કછાર જિલ્લામાં હિંસક અથડામણ બાદ સ્થતિ નિયંત્રણમાં છે. મિઝોરમ સરકારે વૈરેંગ્ટે અને આસમના લૈલાપુર ગામમાં ભારતીય રિઝર્વ બટાલિયનના કર્મિયોને તૈનાત કરવામાં આવ્યા છે.
મિઝોરમના કોલાસિબ જિલ્લામાં વૈરેંગ્ટે ગામમાંથી નેશનલ હાઈવે 306 પસાર થાય છે. આ હાઈવે આસામને જોડે છે. આસમનું નજીકનું ગામ લૈલાપુર છે. જે કછાર જિલ્લામાં છે. કોલાસિબ જિલ્લાના ડેપ્યુટી કમિશ્નર એચ લાલથલાંગિયાએ મીડિયાને જણાવ્યું કે, શનિવાર રાત્રે મોટી સંખ્યામાં સ્થાનિકો વૈરેન્ગટે એકઠા થયા હતા. ત્યારે ગામના લોકો પર આસમના કેટલાક સ્થાનિકોએ લાઠીચાર્જથી હુમલો કર્યો હતો.
-
Currently in an emergent Cabinet Meeting to discuss the recent #borderconflict between #Mizoram and #Assam.
— Zoramthanga (@ZoramthangaCM) October 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
I sincerely request everyone to maintain peace and to kindly not bypass any administrative proceedings.@AmitShah @narendramodi @sarbanandsonwal @himantabiswa pic.twitter.com/JlDPT4hcDy
">Currently in an emergent Cabinet Meeting to discuss the recent #borderconflict between #Mizoram and #Assam.
— Zoramthanga (@ZoramthangaCM) October 18, 2020
I sincerely request everyone to maintain peace and to kindly not bypass any administrative proceedings.@AmitShah @narendramodi @sarbanandsonwal @himantabiswa pic.twitter.com/JlDPT4hcDyCurrently in an emergent Cabinet Meeting to discuss the recent #borderconflict between #Mizoram and #Assam.
— Zoramthanga (@ZoramthangaCM) October 18, 2020
I sincerely request everyone to maintain peace and to kindly not bypass any administrative proceedings.@AmitShah @narendramodi @sarbanandsonwal @himantabiswa pic.twitter.com/JlDPT4hcDy
ત્યારબાદ ગુસ્સામાં આવી વૈરન્ગેટની ભીડે લૈલાપુરના સ્થાનિકો દ્વારા નેશનલ હાઈવે કિનારે બનાવવામાં આવેલા અંદાજે 20 ઝુપંડીઓ અને સ્ટોલમાં આગ લગાવી હતી. આ હિંસક અથડામણમાં મિઝોરમના 4 લોકો સહિત કેટલાક લોકો ઘાયલ થયા હતા.
આસામના વનપ્રધાન પરિમલ શુક્લા વૈધે કહ્યું કે, આ વિસ્તારમાં દર વર્ષ અથડામણની ઘટના બનતી રહે છે, કારણ કે, બંન્ને પક્ષોના લોકો ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપે છે. કોંગ્રેસના સિલચરના પૂર્વ સાંસદ સુષ્મિતા દેવે મીડિયાને જણાવ્યું કે, તેમણે ઘટનાની મુલાકાત લીધી હતી, પરંતુ પ્રશાસનનો કોઈ અધિકારી મળ્યો ન હતો.