નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. આ તકે ટોંચના બંને નેતાઓએ કોવિડ-19 સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
પ્રમુખ ટ્રંપે આવનારા G-7 શિખર સંમેલનમાં ભારત સહિત અનેક દેશને સામેલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ તકે અમેરીકામાં યોજાનાર G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન મોદીને આમંત્રણ પાઠવ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે શિખર સંમેલનમાં સફળતા નક્કી કરવા ભારત અમેરિકા સહિત અન્ય દેશ સાથે કામ કરી ખુશ છે.
વધુમાં વડાપ્રધાન મોદીએ અમેરિકામાં ચાલી રહેલા હિંસક ઘટનાને પગલે ચિંતા વ્યક્ત કરી અને પરિસ્થિતિને થાળે પાડવાની પ્રમુખ ટ્રંપને શુભકામના પાઠવી હતી.
આ ઉપરાંત ટોંચના બંને નેતાઓએ અન્ય મુદ્દાઓ પર પણ પોતાના વિચારો રજુ કર્યા હતા. જેમાં બંને દેશમાં કોરોનાની સ્થિતિ, ભારત-ચીન સીમા પરની સ્થિતિ અને WHOમાં સુધાર લઇ આવવા અંગેની ચર્ચા કરી હતી.
ઉલ્લેખનિય છે કે ભારત ચીન વચ્ચે સીમા રેખા પર તણાવ વધ્યો હતો જેના પગલે પ્રમુખ ટ્રંપે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી હતી. આ ઉપરાંત પ્રમુખ ટ્રંપ WHOની કામગીરીને લઇને પણ નારાજ છે. જેના પગલે પ્રમુખ ટ્રંપે અમેરિકા દ્વારા અપાતા ફંડીગને પણ અટકાવી દીધુ છે અને તે ફંડીગને તે સ્વાસ્થ્યમાં કરી રહેલી અન્ય સંસ્થાને ફાળવશે. ટ્રંપે કહ્યું કે WHO પર ચીનનું નિયંત્રણ છે. ચીન 4 કરોડ ડોલર આપે છે અને અમેરિકા એક વર્ષમાં 45 કરોડ ડોલર આપી રહ્યું છે. જેના પગલે WHO સાથેના સંબંધનો અંત લઇ આવીશુ.
પ્રમુખ ટ્રંપે આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલા પોતાના ભારત પ્રવાસને પણ યાદ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પ્રવાસ યાદગાર અને ઐતિહાસિક રહ્યો. જેના પગલે દ્વિપક્ષીય સંબંધોમાં કેટલીક ઉંચાઇ શર કરી છે.