ઉલ્લેખનીય છે કે, તમિલસાઈ સૌદરરાજન વેલામ્મલ ગૃપ ઓફ એજ્યુકેશન, મદુરૈ દ્વારા આયોજીત એક સમારોહમાં ભાગ લઈ રહી હતી. આ આયોજનમાં મુખ્ય અતિથિના રુપમાં તેઓએ વિજેતાઓને 'વેલમ્મલ હેલ્થકેયર ઈનોવેશન એવોર્ડર્સ' એનાયત કર્યા હતાં.
તમિલસાઈ સૌદરરાજને મુખ્ય અતિથિના રુપે સંબોધન કરતા કહ્યું કે, 'હું મોટા રાજકિય પરિવાર સાથે સંબંધિત છું, પરંતુ મને મારા વ્યાવસાયિક જીવનમાં ખુબ અડચણો આવી. મેં સખત મહેનત અને પ્રતિબદ્ધતા સાથે મારી MBBSની ડિગ્રી મેળવી. તેથી જ હું કહી શકું છું કે વિદ્યાર્થીઓએ જીવનનાં પડકારોને આશાવાદી ધોરણે લેવું જોઈએ'
નોંધનીય છે કે, ફાતિમાએ 9 નવેમ્બરે આત્મહત્યા કરી હતી. માનવતા અને વિકાસના વિષયની MAની વિદ્યાર્થીનીએ ધાર્મિક પૂર્વગ્રહ તેમજ ભેદભાવના કારણે હોસ્ટેલના રૂમમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ફાતિમા ક્લાસમાં ટોપર હતી.