ETV Bharat / bharat

તેલંગાણામાં અનરાધાર: 50 લોકોના મોત અને 5000 કરોડનું નુકસાન, મુખ્યપ્રધાનની વડાપ્રધાનને સહાયની અપીલ

author img

By

Published : Oct 16, 2020, 7:08 AM IST

તેલંગાણામાં ભારે વરસાદને પગલે અનેક લોકોના મોત થયા છે. જ્યારે 5000 કરોડ જેટલું આર્થિક નુકસાન થયુ છે. આવી સ્થિતિમાં મુખ્યપ્રધાને કેસીઆરે વડાપ્રધાન મોદીને 1350 કરોડની તાત્કાલિક સહાય કરવા અપીલ કરી છે.

telangana
telangana

તેલંગાણાઃ દેશમાં ઉત્તર રાજ્યોમાં ભારે વરસાદ અને તબાહી બાદ મેઘરાજાએ દક્ષિણ ભારતમાં મીટ માંડી છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ધોધમાર વરસાદને કારણે અનેક લોકોના મોત થયા છે અને કરોડોનું નુકસાન થયું છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયાં છે અને પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ગુરુવારે મળેલી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં વરસાદ અને વરસાદને કારણે થેયલા હાદસાઓમાં કુલ 50 લોકોના મોત થયા છે.

આ સિવાય આંધ્રપ્રદેશમાં પણ ધોધમાર વરસાદને કારણે 11 લોકોના મોત થયા છે. જ્યારે પુનામાં 4 લોકોના મોત થયા હોવાની શંકા છે. આમ, ત્રણેય રાજ્યોમાં મળી અતિવૃષ્ટીને કારણે કુલ 65 લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે.

તેલંગાણાના મુખ્યપ્રધાન કેસી રાવએ મૃતકોના પરિવારને આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે. સીએમએ જણાવ્યું કે આ અતિવૃષ્ટીથી સમગ્ર રાજ્યમાં લગભગ 5000 કરોડ જેટલું નુકસાન થયું છે. જેમાં હૈદરાબાદ શહેર અધિક પ્રભાવિત થયું છે.

મુખ્યપ્રધાને વડાપ્રધાનને સહાયની અપીલ કરી છે. ભારે વરસાદને પગલે થયેલા નુકસાનને પહોંચી વળવા અને તેમાંથી ઉભરવા કેસીઆરએ પીએમ મોદીને 1350 કરોડની તાત્કાલિક સહાયની અપીલ કરી છે.

તેલંગાણા અને આંધ્રપ્રદેશ સિવાય મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સ્થિતિ છે. ગુરૂવારે પુનામાં અને મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે શહેર નજીકના અનેક ગામો પણ પ્રભાવિત થયા છે. પુનામાં વરસાદને કારણે 4 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.