હૈદરાબાદ: તેલંગાણા સરકારે નિર્ણય કર્યો છે કે, આ વર્ષે બોનાલુ ઉત્સવને લગતી ધાર્મિક વિધિ અને રીત-રિવાજો પૂજારી દ્વારા મંદિરની અંદર જ કરવામાં આવશે.
ગૃહરાજ્ય પ્રધાન મહમૂદ અલીએ કહ્યું કે, રાજ્ય સરકાર દર વર્ષે આ ઉત્સવ ભવ્ય રીતે ઉજવે છે અને રાજ્યની રચના થયા બાદ આ તેહવારને રાજકીય તહેવાર જાહેર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે રાજ્ય સરકારે તહેવાર ચલાવવા માટે 15 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા.
જો કે, કોવિડ -19ના ફેલાવાને કારણે ભારત સરકાર અને રાજ્ય સરકારે સરઘસ અને મેળાવડાને મંજૂરી ન આપવા માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.
શ્રમ અને રોજગાર પ્રધાને કહ્યું કે, બોનાલુ ઉત્સવ દર વર્ષે હૈદરાબાદ અને રંગારેડ્ડી જિલ્લાના 3020 મંદિરોમાં ઉજવવામાં આવે છે, પરંતુ કોવિડ -19 ફેલાવાને કારણે સરકારે આ વર્ષે ઘણા ફેરફાર કર્યા છે.
ભક્તોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ તેમના ઘરોમાં દેવીને બોનમ ચઢાવે અને મંદિરોમાં ભેગા ન થાય. 'ઘટાલા ઉગરિમ્પુ' (Ghatala Uregimpu) માટે પરવાનગી આપવામાં આવી નથી.
ગૃહપ્રધાને સમિતિના તમામ સભ્યો અને અન્ય અધિકારીઓને સરકારને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.