હૈદરાબાદ: તેલંગણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે શુક્રવારે કહ્યું કે, આગામી મહિનાના વિધાનસભા સત્રમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જેમાં દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને 'ભારત રત્ન'થી સન્માનિત કરવા માટે અનુરોધ કરાશે.
પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવની જન્મ શતાબ્દી સમારોહને લઈ પ્રધાનો અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્રને સંસદમાં પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવનો ફોટો લગાવાની તેમજ હૈદરાબાદમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનું નામ નરસિમ્હા રાવ રાખવાનો આગ્રહ કરશે.
ભારત રત્ન આપવાની પણ માંગ કરી
વિશ્વવિદ્યાલયની સ્થાપના નરસિમ્હા રાવે કરી હતી. મુખ્યપ્રધાન કે. ચન્દ્રશેખર રાવે કહ્યું કે, વિધાનસભાના આગામી સત્રમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવમાં પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવશે. જેમાં કહેવામાં આવ્યું કે, પીવી નરસિમ્હા રાવ તેલંગણાના અસિત્વનું પ્રતીક છે. તે એક સુધારક હતા. જેમણે દેશમાં કેટલાક સુધારાઓની શરુઆત કરી હતી. તેમને દુનિયાભરમાં એક મહાન બુદ્ધિજીવીના રુપમાં માન્યતા આપવામાં આવી છે.