ETV Bharat / bharat

તેલંગાણા વિધાનસભાએ બિલ્ડિંગ પરમીશન અંગેનો ખરડો પસાર કર્યો

હવેથી તેલંગાણામાં કોઇપણ જાતની અડચણ વિના બિલ્ડિંગ પરમીશનની અરજી મેળવી શકાશે. સોમવારે તેલંગાણા વિધાનસભાએ તેલંગાણા સ્ટેટ બિલ્ડિંગ પરમીશન એપ્રુવલ એન્ડ સેલ્ફ સર્ટિફિકેશન સિસ્ટમ (TSB-PASS) ખરડો પસાર કરી દીધો હતો. કેટી રામારાવ નામના મંત્રીએ આ ખરડો ગૃહમાં દાખલ કર્યો હતો. સપ્ટેમ્બરના અંતે GHMC સહિતની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન આ કાયદાનો અમલ શરૂ કરી દેશે.

TELANGANA ASSEMBLY
તેલંગાણા વિધાનસભા
author img

By

Published : Sep 18, 2020, 9:11 PM IST

ભૂતકાળમાં તેલંગાણાએ TSi-PASS ખરડો દાખલ કર્યો હતો જેમાં રાજ્યમાં વેપાર-ધંધા કરવાની સેવા અને ઉદ્યોગો માટેની સેવા એક જ જગ્યાએથી ઉપલબ્ધ કરાવવાની જોગવાઇ હતી. જો કે TSB-PASS માં કરવામાં આવેલી જોગવાઇ અનુસાર હવેથી 75 ચોરસ વારના પ્લોટ અને 7 મીટરની ઉંચાઇ ધરાવતી ઇમારત બાંધવા માટે કોઇ મંજૂરી લેવાની રહેશે નહીં. હવેથી રાજ્યના નાગરિકો સ્વયં પોતાની જાતે પ્રમાણપત્ર આપીને 75 થી 600 ચોરસવાર સુધીના પ્લોટમાં બાંધકામ કરવાની મંજૂરી મેળવી શકશે. જે પ્લોટ 600 ચોરસવાર કરતાં વધુ મોટા હશે અને જે ઇમારતોની ઉંચાઇ 10 મિટર કરતાં વધુ હશે તેના તમામ પ્રકારના લે-આઉટ માટે એક જ બારીએથી મંજૂરી આપી દેવામાં આવશે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ તમામ દસ્તાવેજોની ચકાસણી કરશે અને અરજી કર્યાના 21 દિવસમાં મંજૂરી આપી દેશે. TSi-PASSની જેમ જ હવેથી નાગરિકોને મંજૂરી અને એનઓસી માટે અગાઉ જોવી પડતી મહિનાઓ સુધીની રાહમાંથી અને સરકારી અધિકારીઓની કનડગતમાંથી છુટકારો મળશે. આ ખરડામાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે નાગરિકની અરજી આપોઆપ મહેસૂલ, સિંચાઇ અને ફાયર જેવા સંબંધિત વિભાગોમાં પહોંચી જશે, અને જે તે વિભાગે તેના ઉપર શેરો મારીને અથવા તો ના વાંધાની નોંધ સાથે 7 થી 15 દિવસમાં મોકલી આપવાની રહેશે. ત્યારબાદ અરજદારને 22 મા દિવસે સંબંધિત અધિકારીની સહી સાથેનું એક ઓટોમેટિક નીકળેલું પ્રમાણપત્ર આપી દેવામાં આવશે. રાજ્યસ્તરે TSB-PASS સેલ ઉભો કરવાની સરકારની આ સૂચિત પહેલ પાછળ એ સુનિશ્ચિત કરવાનો આશય છુપાયેલો છે કે તમામ દરખાસ્તો એક જ બારીએથી પસાર થાય

TSB-PASS ખરડાના નિમ્નદર્શિત કેટલાંક પાસાં અસાધારણ છે

શહેરી વિસ્તારોમાં બિલ્ડિંગની મંજૂરી માટે સિંગલ વિન્ડોમાંથી જ મંજૂરી

નાગરિકો હવેથી મંજૂરી માટે મોબાઇલ એપ, TSB-PASS ની વેબસાઇટ, મી સેવા કિઓસ્ક, શહેરમાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને કલેક્ટરની કચેરીની મદદથી અરજી કરી શકશે.

જો ઝોનની ગાઇડલાઇન્સમાં કોઇ ફેરફાર કરાશે અથવા માસ્ટર પ્લાન વિશે કોઇ ખોટી માહિતી આપવામાં આવી હશે તો મંજૂરી કર્યાના 21 દિવસમાં તે મંજૂરી રદ થઇ શકે છે. સ્વ-પ્રમાણપત્રના માધ્યમથી મળેલી મંજૂરીના 21 દિવસ બાદ જ બાંધકામ શરૂ કરી શકાશે. આ 21 દિવસ દરમ્યાન ઇન્સપેક્શન પૂરું કરવામાં આવશે. જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષપદે અને GHMC સ્તરે ઝોનલ કમિશ્નરના અધ્યક્ષપદે કમિટિની મિટિંગ મળશે.

સ્વ-પ્રમાણપત્રના માધ્યમથી મંજૂર થયેલી તમામ બિલ્ડિંગની વિગતો TSB-PASS ની વેબસાઇટ ઉરર મૂકવામાં આવશે.

જો નિયમોનો ભંગ થયો હોવાનું જાણવા મળશે તો દંડ ફટકારવામાં આવશે અથવા તો બિલ્ડિંગને તોડી પડાશે અથવા જપ્ત કરી લેવાશે.

અરજદારે તેના પ્રમાણપત્રમાં એવું જાહેર કરવું પડશે કે જો નિયમોનો ભંગ કરાશે તો પૂર્વ મંજૂરી વિના તે બિલ્ડિંગને તોડી પાડી શકાશે.

મંજૂરી આપવામાં વિલંબ થશે એવા કિસ્સામાં સંબંધિત અધિકારી સામે ખાતાકીય પગલાં લેવામાં આવશે અથવા તો દંડ ફટકારવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.