ETV Bharat / bharat

KCR સરકારની મોટી જાહેરાત, તેલંગણામાં 74 લાખ બેંક ખાતામાં ખાતાદીઠ 1,500 જમા થશે - કોવિડ 19

તેલંગણામાં લગભગ 74 લાખ બેંક ખાતાધારકોને કોવિડ -19 લોકડાઉન દરમિયાન મુખ્યપ્રધાન દ્વારા દરેક ખાતામાં 1500ની આર્થિક સહાય કરવામાં આવશે.

Minister K T Rama Rao
Minister K T Rama Rao
author img

By

Published : Apr 14, 2020, 8:51 AM IST

હૈદરાબાદ (તેલંગણા): તેલંગણા મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન પ્રધાન કે ટી ​​રામા રાવે સોમવારે જણાવ્યું હતું કે, મંગળવારે લગભગ 74 લાખ બેંક ખાતાઓમાં કોરોના વાઈરસથી ચાલતા લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોને રુપિયા 1500ની સહાય કરવામાં આવશે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, સરકાર દ્વારા બેંકોને કુલ 1,112 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે.

શાસક TRSના કાર્યકારી પ્રમુખ પણ છે, રાવે જણાવ્યું હતું કે, રાજ્યના લાભાર્થીઓમાં 87 ટકામાં ત્રણ લાખ ટનથી વધુ મફત ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે, લોકડાઉનને કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજ્યના 87.59 લાખ ખાદ્ય સુરક્ષા કાર્ડધારકોને દરેકને 12 કિલો ચોખા આપવામાં આવશે.

  • More than 87% of free rice distribution also has been completed for over 76 lakh card holders. More than 3 lakh MT of rice distributed successfully

    My compliments to Telangana civil supplies Minister @GKamalakarTRS and his team led by Satyanarayana Reddy Garu on fabulous job👏 pic.twitter.com/NXHiJFDs0e

    — KTR (@KTRTRS) April 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમણે એમ પણ કહ્યું હતું કે, તમામ ખાદ્ય સુરક્ષા કાર્ડ ધરાવતા પરિવારોને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પરના ખર્ચને પહોંચી વળવા 1,500નો એક સમયનો ટેકો આપવામાં આવશે. આ દરમિયાન કોંગ્રેસના તેલંગણા એકમના અધ્યક્ષ અને લોકસભાના સાંસદ એન ઉત્તમકુમાર રેડ્ડીએ કહ્યું હતું કે, રાજ્યની કોરોના વાઈરસ પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા અને સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓની સમીક્ષા કરવા માટે તમામ વિપક્ષી પાર્ટીઓની બેઠક 15 એપ્રિલના રોજ બોલાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.