ETV Bharat / bharat

કાનૂની પ્રણાલી માટે ટેક્નિકલ સહાય: કૉવિડ-19ના કપરા કાળમાં આ શ્રેષ્ઠ રસ્તો અપનાવવો જોઈએ - પ્રણાલી

ડૉ. આંબેડકર લૉ કૉલેજ(હૈદ્રાબાદ)ના સહાયક પ્રાધ્યાપિકા ડૉ. જી. પદ્મજાના જણાવ્યા મુજબ, કોવિડ-19 દરમિયાન સમગ્ર વિશ્વ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. ત્યારે ભારતીય ન્યાય તંત્ર આ કટોકટીનો ઉપયોગ મોટા સુધારા કરવાની દિશા તરફ એક પગલું ભરવા માટે કરી શકે છે.

કોરોના સંક્રમણ
કોરોના સંક્રમણ
author img

By

Published : Jun 14, 2020, 6:59 AM IST

હૈદ્રાબાદ: કોવિડ-19 રોગચાળા દરમિયાન લદાયેલા ઘર-વાસ (લોકડાઉન) સાથે વિશ્વ સ્થગિત થઈ ગયું છે. પરિણામે તમામ પ્રણાલીઓ આડેધડ ઊભી રહી ગઈ છે. તેમાં ન્યાય પ્રણાલીનો પણ સમાવેશ થાય છે. અન્ય પ્રણાલીઓની જેમ ન્યાયાલયો વર્તમાન સ્થિતિના કારણે અવરોધોનો સામનો કરી રહ્યાં છે. ટેક્નૉલૉજીના ઉપયોગ દ્વારા તમામ પ્રણાલીઓ તેમના કર્મચારીઓ અને પ્રણાલી પ્રક્રિયાઓને જાળવી રાખવા આકરી મથામણ કરી રહી છે. આ જ રીતે, હવે કાનૂની પ્રણાલી માટે પણ સમય આવી ગયો છે કે તે આગળ આવે અને વર્તમાન નાજુક સ્થિતિનો લાભ ઉઠાવે અને તેમની પ્રક્રિયાઓના અમલમાં નવી શોધોને લઈ ટેક્નૉલૉજીને એક સાધન તરીકે અપનાવે. અસીલ કે ગ્રાહક ન્યાયાલયમાં ભૌતિક હાજરીની જરૂરિયાત જેવાં વિવિધ પગલામાંથી પસાર થયા વગર ન્યાયાલયોમાં કેસ ચલાવવા સમર્થ નિવડશે.

આપણે આ પગલાંઓને અનુકૂળ થાય તે રીતે વ્યવસ્થાને અને પ્રણાલીને ગોઠવવાની આવશ્યકતા છે. દરેક ન્યાયાલયમાં, પરવાનાપ્રાપ્ત વકીલને ઘરે વીડિયો કોન્ફરન્સની સુવિધા હોવી જોઈએ અને તેનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા દેવો જોઈએ. વીડિયો કોન્ફરન્સ દ્વારા સાક્ષીને પ્રશ્નો પૂછવાની સંભાવના પણ શોધવી જોઈએ. જો તે શક્ય ન હોય તો ન્યાયાલય એવી ન્યાયાલય વીડિયો કોન્ફરન્સ દ્વાર એવી કાર્યવાહી કરી શકે છે જેમાં સાક્ષીને સાંકળવામાં ન આવતો હોય, જેથી અંતરિયાળ વિસ્તારોમાં રહેતા અસીલોએ ઘર-વાસ દરમિયાન ન્યાયાલયમમાં આવવું ન પડે.

મોટા ભાગની આપાતકાલીન સુનાવણી જેમ કે, ન્યાયાલયોમાં જામીન અરજી વીડિયો કોન્ફરન્સ દ્વારા સાંભળવામાં આવી રહી છે. શારીરિક અંતર જાળવીને વીડિયૉ કૉન્ફરન્સિંગ જેવા પરિવર્તન લાવવા આવશ્યક છે. ન્યાયાલય ખંડોમાં ટોળાં ભેગાં થવાં તે પરંપરાગત છે. આ સમસ્યાનો ઉકેલ દસ્તાવેજ ઇ-ફાઇલ કરીને, લાઇવ વેબપ્રસારણ દ્વારા ન્યાયાલયમાં સુનાવણી દર્શાવીને, સામાન્ય કેસોમાં પુરાવા ઑનલાઇન રેકૉર્ડ કરીને મેળવી શકાય છે. ન્યાયાલયના કર્મચારીગણ, સરકારી વકીલો, વકીલો, પોલીસ અને અરજદારોને ટૅક્નિકલ પ્રશિક્ષણ આપવા જેવી અનેક સમસ્યાઓ સમયે-સમયે ઘણી પડકારરૂપ સાબિત થઈ શકે છે.

ન્યાય પ્રણાલી કોઈ પણ લોકશાહીની કરોડરજ્જૂ હોય છે. જ્યારે પ્રશાસન લોકશાહીને વળગી ન રહેતું હોય અને લોકો/સત્તાનો ચોક્કસ વર્ગ ગેરકાયદે કૃત્યો કરવા લાગે તેવી પરિસ્થિતિઓમાં, એક દેશમાં નાગરિકોની છેવટની આશા ચોક્કસ દેશની ન્યાયિક પ્રણાલીમાં રહેતી હોય છે. આપણો દેશ ત્રિસ્તરીય ન્યાય પ્રણાલીને અનુસરે છે જેમાં પ્રણાલીની અંદર લાખો કેસ ભેગા થઈ ગયા છે. દેશ કાનૂની પ્રણાલીમાં સુધાર માટે તૈયાર થઈ રહ્યો છે તેમ છતાં, આવશ્યક શબ્દ સંબંધિત વ્યક્તિઓનાના કાન સુધી પહોંચી રહ્યો નથી.

કોઈ પણ પ્રણાલીને સુધારવા માટે એ આવશ્યક છે કે, પ્રણાલિની અંદર કે તેની સાથેની સમસ્યાને ઓળખવી જોઈએ. જ્યાં સુધી સમસ્યા નહીં ઓળખાય ત્યાં સુધી સુધારાઓ હાથ ધરવાથી કોઈ પરિણામ નહીં મળે. આપણી ન્યાયિક પ્રણાલિની અંદર મુખ્ય સમસ્યા એ છે કે, આપણે ત્યાં ન્યાયાલયો અને ન્યાયાધીશો પૂરતી સંખ્યામાં નથી, ન્યાયાલયોની જવાબદેહીનો અને વ્યવસાયને જવાબદેહીનો અભાવ છે. ન્યાયતંત્રમાં આવી સમસ્યાઓ એક જ વારમાં ઉકેલવી સંભવ નથી. વર્ષોથી ભેગા થતા આવેલા અગણિત કેસો એક જ વારમાં ઉકેલાવા મુશ્કેલ છે. માત્ર સર્વોચ્ચ ન્યાયાલયમાં જ 60,000થી વધુ કેસો ભેગા થઈ ગયા છે.

ઉચ્ચ ન્યાયાલયોમાં કુ 3.23 કરોડ કેસો હજૂ ઉકેલવાના બાકી છે. જ્યારે નીચલાં ન્યાયાલયોમાં 48.18 લાખ કેસો ભેગા થયા છે. જો કે, કોવિડ-19 રોગચાળો આવ્યો છે. ત્યારે ભારતીય સરકાર અર્થતંત્રને બેઠું કરવા અનેક સુધારાઓ કરી રહી છે. એવી માન્યતા છે કે, વણઉકેલાયેલા કેસોને ઉકેલવા માટે ન્યાય પ્રણાલીમાં મૂડીરોકાણ કરવાથી રોકાણકારોને આગળ આવવા અને ભારતીય બજારમાં મૂડીરોકાણ કરવાનો ભારે વિશ્વાસ આપશે. ન્યાયાધીશોની ખાલી જગ્યાઓ ભરવી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવો અને ન્યાયિક પ્રતિનિધિત્વમાં ગુણાત્મક અને સંખ્યાત્મક પરિવર્તન એ ભારતમાં ન્યાયિક સુધારા પ્રક્રિયાનો વર્તમાન હિસ્સો છે.

વર્તમાન સમયમાં આ ભારત માટે ફરજિયાત આવશ્યકતાઓ પૈકીની એક છે. પ્રણાલી સુધારવી એ દરેકની જવાબદારી છે. આ દિશામાં આગળ વધવા દરેક ક્ષેત્રમાં ઓછામાં ઓછું એક ન્યાયાલય તો હોવું જ જોઈએ. દરેક ન્યાયાલયમાં પૂરતા ન્યાયાધીશો અને કર્મચારીગણને મૂકવા જોઈએ. ન્યાયાલયોએ દિવસના આઠ કલાક કામ કરવું જોઈએ. દરેક કેસ બંધ કરવા માટે ચોક્કસ સમયમર્યાદા હોવી જોઈએ. ન્યાયાલયોએ સમય મર્યાદા બાંધવી જોઈએ અને સ્વ નિયમન સ્થાપવું જોઈએ. સુનાવવણી પછી જેટલું સંભવ હોય તેટલું, ચુકાદાને અનામત રાખવાનું પ્રમાણ લઘુતમ કરવું જોઈએ.

-ડૉ. જી. પદ્મજા(સહાયક પ્રાધ્યાપિકા, ડૉ. આંબેડકર લૉ કૉલેજ, હૈદરાબાદ)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.