આ અંગે વાત કરતા ગૃહ મંત્રાલયે કહ્યું કે, મિલિટ્રીને મોકવાનો ઉદ્દેશ્ય માત્ર આવનારી ચૂંટણી છે. થોડા જ સમયેમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ જશે. તેને ધ્યાનમાં રાખીને આ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા 14 વર્ષ બાદ શ્રીનગરમાં BSFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. BSFની 35 સહિત અર્ધસૈનિક દળની 100 કંપનીઓને તૈનાત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભારત સરકારે અલગાવવાદીઓની વિરુદ્ધ મોટી ઝુંબેશ શરૂ કરી છે અને 150થી વધુ લોકોની અટકાયત કરી છે. આ નિર્ણય કલમ-35ની હેઠળ થનાર સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા લેવામાં આવ્યો છે.
આ વચ્ચે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ રવિવારે દાવો કર્યો છે કે, તેમનો દેશ શાંતિ ઈચ્છે છે, પરંતુ ભારત યુદ્ધ માટે ઉશકેરી રહ્યું છે. મીડિયાને સંબોધન કરતા કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાન તણાવ ખત્મ કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે, તેમણે સંયૂક્ત રાષ્ટ્રને પત્ર પણ લખ્યો છે. પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે. હું સ્પષ્ટ પણે સંદેશ આપુ છુ કે, ભારત યુદ્ધ કરવા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ જો તેમને લાગી રહ્યુ હોય કે, તેઓ પાકિસ્તાનને દબાવમાં લાવી તેની પર હુમલો કરી શકે છે તો, તેમણે આ ધારણાને છોડી દેવી જોઈએ. કેમકે, આ રાષ્ટ્ર એક મુઠ્ઠીની જેમ એકજુટ છે.