ત્રિચી (તમિલનાડુ): કેન્દ્ર અને રાજ્ય સરકાર કોરોના મહામારીને રોકવા માટે ઘણા સાવચેતીનાં પગલાં લઈ રહ્યા છે. કોરોના પર અફવાઓ ન ફેલાવવા અપીલ પણ કરવામાં આવી રહી છે અને અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ કેટલાક અસામાજિક લોકો એવા પણ છે, જેને પોતાની હરકતોથી બીજાને પરેશાન કરવામાં મજા આવે છે.
આ દરમિયાન તમિલનાડુના ત્રિચી જિલ્લાના ત્રણ છોકરાઓએ ટિકટોક વીડિયો બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય છોકરાઓ સગીર હોવાનું જણાવાયું છે.
વીડિયો વાઈરલ થયા બાદ ભાજપના કાર્યકરોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે વીડિયો બનાવનાર ત્રણેય છોકરાઓ બેમનગર વિસ્તારના છે. હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.