તમિલનાડુ/આંધ્રપ્રદેશઃ સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તમિલનાડુમાં 64 લોકો કોરોનાથી પ્રભાવિત થયાં છે. તેમજ કોરોના વાઈરસને લીધે 24 લોકોના મોત થયાં છે. આ સાથે વેલ્લોર જિલ્લાના કલેક્ટરે કડક પગલા લઈ કોરોનાને ફેલાતો અટકાવવાંના પ્રયાસો કરી રહી છે.
તમિલનાડુમાં વેલ્લોર જિલ્લાને આંધ્રપ્રદેશની સરહદ અડે છે. એવામાં જિલ્લાના કલેક્ટરે જિલ્લામાં પ્રવેશ કરનારી બોર્ડર સીલ કરવા દીવાલ બનાવી છે. કોરોના વાઈરસનું સંકમણ દિન-પ્રતિદિન વધતું જાય છે. રાજ્યમાં રવિવારે ફરી એક કોરોનાગ્રસ્ત દર્દીનુ મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 24એ પહોંચ્યો છે.
જોકે કોરોના વાઈરસને કારણે દેશમાં આતંર રાજ્ય સહિત મોટા ભાગની સરહદો બંધ કરવામાં આવી છે. જેથી કોરોનાનો પ્રસાર અટકાવી શકાય. આ બાબતને ધ્યાને રાખી તમિલાનાડુના વેલ્લોર જિલ્લાના કલેક્ટરે સરહદ સીલ કરવા આદેશ આપ્યો છે.
આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યો સાથે વેલ્લોર જિલ્લાને જોડતી સરહદ પર દિવાલ ઉભી કરવામાં આવી છે. જેથી તે રાજ્યોના લોકો જિલ્લામાં પ્રવેશ ન કરી શકે.