તમિલનાડુઃ તમિલનાડુના થેની જિલ્લાના ફ્રુટ કાર્વિંગમાં માહિર એમ.એલંચેજિયને તરબૂચ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો બનાવ્યો છે. તરબૂચ પર બનાવેલો ટ્રમ્પ અને મોદીની આ તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આગમન પર અનેક લોકો ટ્રમ્પ માટે વિશેષ કલાકારી પ્રદર્શિત કરી રહ્યાં છે, ત્યારે તમિલનાડુના થેની જિલ્લાના એમ.એલંચેજિયને તરબુચ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની તસવીર બનાવી છે. આ તસવીરમાં તરબૂચમાં સૌથી ઉપર તાજમહેલ અને તેની બરોબર નીચે બંને મહાનુભાવોની તસવીર છે. એમ.એલંચેજિયન ફ્રુટ કાર્વિંગમાં ખુબ જ માહિર છે. તેમને આ ફોટો બનાવતા બે કલાક જેટલો સમય લાગ્યો હતો.
આ તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહી છે. ફોટોને અને કલાકારને બંનેને લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે. થોડા સમયમાં જ આ ફોટોને ઘણી લાઈક્સ મળી ગઈ હતી. તેમજ આ ફોટો 96 વખત રિટ્વિટ થઈ છે.