આગરા: તાજ નગરીમાં શુક્રવારે રાત્રે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવેલા તોફાનને કારણે મોટું નુકસાન સર્જાયું હતો. તાજમહેલના મુખ્ય સ્મારક પર યમુના નદી તરફ લોખંડની પાઇપથી બનેલો પાલખ તોફાનથી પડ્યો હતો જેનાથી આરસની રેલિંગ તૂટી ગઈ હતી.
સાથે જ તાજમહેલના પશ્ચિમ દરવાજાના મુખ્ય પ્રવેશદ્વારને પણ નુકસાન પણ થયું છે. આ સિવાય મુખ્ય સ્મારક પરિસરમાં ઘણાં વૃક્ષો પણ ભારે પવનથી પડા ગયા હતા.
તોફાનમાં 3 લોકોનાં મોત
આગ્રામાં આવેલા તોફાની વાવાઝોડાએ તાજમહેલ પર જ નહીં પરંતુ શહેરના જુદા જુદા ભાગોમાં પણ નુકસાન કર્યું હતું. વાવાઝોડાને લીધે 3 લોકોનાં મોત થયા હતા, જેમાં એક બાળકીનો સમાવેશ થાય છે. 10 લોકો ઘાયલ થયાના સમાચાર પણ મળ્યાં છે. હાલમાં અધિકારીઓ તોફાનને કારણે સર્જાયેલી વિનાશની આકારણી કરવામાં વ્યસ્ત છે.