આગરા: ઉત્તર પ્રદેશના આગરામાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવેલા તોફાનથી તાજમહેલના કેટલાક ભાગને નુકસાન થયું હતું. જ્યારે વાવાઝોડાને લીધે 3 લોકોનાં મોત થયા હતા.
આ વાવાઝોડાને લીધે તાજમહેલના મુખ્ય સ્મારક પર યમુના નદી તરફ બનેલા લોખંડની પાઈપથી બનાવવામાં આવેલી પાલખ તોફાનને કારણે પડી ગઇ હતી. જેનાથી આરસની રેલિંગ તૂટી ગઈ હતી. આગરામાં આવેલા તોફાની વાવાઝોડાને કારણે આખા શહેરમાં અંધાધૂંધી પ્રસરી ગઈ હતી. આ વાવાઝોડામાં 3 લોકોના મોત થયાના અને 10 લોકો ઘાયલ થવાના સમાચાર છે.