સીરીયામાં કાર બોમ્બ બ્લાસ્ટમાં 8 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. તુર્કીના સંરક્ષણ પ્રધાન હુલુસી અકરે આ જાણકારી આપી હતી. આ હુમલો તુર્કી હેલ્ડ ટાઉનમાં તાલ અબ્યાદની આસપાસના વિસ્તારમાં થયો હતો.
અન્ય એક મામલામાં સંરક્ષણ મંત્રાલયે તાલ એબ્યાદના એક ગામમાં થયેલા હુમલામાં 20 લોકો ઇજાગ્રસ્ત થવાની માહિતી પણ આપી છે. આ મામલાની પાછળ સીરિયાઇ કુર્દિશ લડવૈયાઓનો હાથ જણાઇ રહ્યો છે. તુર્કીએ ગયા મહીને કુર્દિશ લડવૈયાઓને સરહદથી દૂર કરવા ઉત્તરપૂર્વી સીરિયા પર હુમલો કર્યો હતો.
તુર્કીની રાજધાની અંકારામાં વસનાર લોકોનું કહેવું છે કે, કુર્દિશ લડવૈયા આતંકી છે. એની સાબિતી એ છે કે, સતત કુર્દિશ લડવૈયાઓ તુર્કીમાં આતંકવાદી પ્રવૃતિઓ ચાલુ રાખે છે.