નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલાએ ભારત અને નેપાળ વચ્ચે લિપુલેખ વિવાદ અને કાળાપાણીમાં સરહદ વિવાદ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે નેપાળના નવા નકશામાં કાલાપાણીના સમાવેશ પર ખુશી વ્યક્ત કરી હતી. પોતાના ટ્વીટમાં તેમણે ચીનનો પણ ઉલ્લેખ કર્યો છે.
મનીષાના ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયાઓનો આવવાની શરુ થઇ ગઇ હતી. આ દરમિયાન દેશના વિદેશ પ્રધાન અને પૂર્વ રાજ્યપાલ સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે પલટવાર કર્યો છે.
તેમણે કહ્યું કે, નેપાળ અને ભારત વચ્ચે કોઈ ગંભીર સમસ્યા હોઈ શકે છે, પરંતુ તે ભારત અને નેપાળની વચ્ચે છે. તમે ચીનને વચ્ચે કેવી રીતે લાવ્યા? સ્વરાજે કહ્યું કે, આ ભારત માટે અને નેપાળ માટે પણ ખરાબ છે.
સ્વરાજ કૌશલે એક પછી એક ટ્વીટ કરીને મનીષા કોઈરાલાને જવાબ આપ્યો છે. આ દરમિયાન તેમણે મનીષા કોઈરાલાને તેમની પુત્રીની જેમ ગણાવી હતી. તેમણે કહ્યું કે, હું તમારી સાથે દલીલ નહીં કરી શકુ. મેં તમને હંમેશા મારી પુત્રી માની છે. 27 વર્ષ પહેલાં જ્યારે તમે 1942-અ લવ સ્ટોરીના પ્રીમિયરમાં અમને આમંત્રિત કર્યા હતા, ત્યારે હું આખી ફિલ્મ જોઈ શક્યો ન હતો. તમારા પિતા પ્રકાશ કોઈરાલા મારા ભાઈ જેવા છે અને તમારી માતા સુષ્મા કોઈરાલા ભાભી અને મિત્ર જેવી છે. આપણે મળીને મુશ્કેલ પરિસ્થિતિઓ જોઈ છે.
તેમણે મનિષા કોઇરાલાના દાદાના સંઘર્ષ વિશે જણાવ્યું હતું, તેમજ તેમના પિતા વિેશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, લોકતંત્રના અમે તમારી સાથે હતાં. તેમણે કહ્યું કે, ભારતને નેપાળ સામે ફરિયાદ હોઈ શકે છે અથવા નેપાળને ભારત સાથે ગંભીર મુદ્દાઓ હોઈ શકે છે. તે ભારત અને નેપાળ વચ્ચેની વાત છે. તમે આ બાબતમાં ચીનને કેમ વચ્ચે લાવો છો? આ આપણા માટે ખરાબ છે અને તે નેપાળ માટે પણ સારું નથી.