જમ્મુ: જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર જાસૂસી માટે પાકિસ્તાનમાં પ્રશિક્ષિત કરેલું એક શંકાસ્પદ કબૂતર ઝડપાયું છે. અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી.
તેમણે કહ્યું કે કોડ લેંગ્વેજ સાથે એક કબૂતર હતું. પાકિસ્તાનથી આ તરફ ઉડાન ભરીને આવ્યા બાદ હિરાનગર સેક્ટરના મનયારી ગામના રહેવાસીઓએ તેને ઝડપી લીધું હતું.
અધિકારીઓએ કહ્યું કે સંબંધિત સુરક્ષા એજન્સીઓ કોડ ભાષામાં લખેલા આ સંદેશને વાંચવા અને સમજવાનો પ્રયાસ કરી રહી છે.
કઠુઆના વરિષ્ઠ પોલીસ અધિક્ષક શૈલેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, 'ગઈકાલે ગ્રામજનોએ કબૂતરને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોંપ્યું હતું. તેના ડાબા પગમાં એક વીંટી મળી આવી હતી, જેના પર કેટલાક નંબરો લખાયેલા છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે."