નવી દિલ્હી: દિલ્હીની લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલમાં, શંકાસ્પદ કોરોના અસરગ્રત દર્દીએ હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, તેનો જીવ બચી ગયો છે પરંતુ તેના બંને પગ ભાંગી ગયા હતા.
શુ છે સમગ્ર ઘટના...
હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદી ગયેલા શંકાસ્પદ કોરોના વાઈરસ અસરગ્રસ્ત દર્દીના સંબંધમાં હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, દર્દીનું નામ શરાફાત અલી છે. તેને 31 માર્ચે એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના કોરોનાનો રિપોર્ટ આવવાનો હજૂ બાકી છે.
શનિવારે મોડી રાત્રે તે અચાનક જ હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદી ગયો હતો, ત્યારબાદ તે ટીન શિટ પર અને ત્યાથી જમીન પર પટકાયો હતો. આ અકસ્માતમાં તેના બંને પગ ભાંગી ગયા છે. ડૉકટરોના જણાવ્યા મુજબ, તેની તબીયત સ્થિર છે.
આ પહેલા પણ અન્ય કોરોના શંકાસ્પદ દર્દીએ કરી છે આત્મહત્યા
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાંથી એક કિસ્સો પણ સામે આવ્યો હતો, જ્યાં કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દીએ હોસ્પિટલની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.