રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન અને નાણાપ્રધાન પોતાની જાતે જ ઉદભવ કરેલા આર્થિક સંકટને કેવી રીતે દૂર કરી શકાય તે અંગે અજાણ છે.
તેમણે દાવો કર્યો છે કે, 'આરબીઆઈ પાસેથી નાણા લેવાથી કામ નહીં ચાલે. તે કોઇ દવાખાનામાંથી બેન્ડ-એઇડની ચોરી કરીને બુલેટના ઘા પર લગાડવા જેવું છે.'
ત્યારે સોમવારે RBI બોર્ડે ભારત સરકારને 1.76 લાખ કરોડ રુપિયા આપવા માટેની જાહેરાત કરી હતી.