ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી પીઠે જણાવ્યું કે, તેઓ NGO સમુદાયને લોક્સ સ્ટૈડી (કોર્ટમાં જવાનો અધિકાર) પર નિર્ણય આપશે. NGO દ્વારા અમુક વર્ષો પહેલા બંધ થયેલા આ કેસને ખોલવાની માંગ કરવામાં આવી છે. NGO આ મામલે હસ્તક્ષેપ કરી રહી છે અને ઈચ્છે છે કે થોડા વર્ષ પહેલા બંધ થઈ ચૂકેલા કેસ ફરીથી ખોલવામાં આવે.
NGOનું પ્રતિનિધિત્વ કરતા વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટને કહ્યું કે, યેદિયુરપ્પાએ સાંજે મુખ્યપ્રધાન પદના શપથ લીધા. જો કે, તેમની સામે બહુમત સાબિત કરવાની અગ્નિ પરીક્ષા હજુ બાકી છે.
યેદિયુરપ્પા તરફથી હાજર રહેલા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, એનજીઓ બિનજરૂરી રીતે ભ્રષ્ટાચારના મામલાને ખોલવાનો પ્રયત્ન કરી રહી છે. આ મામલાને કર્ણાટક હાઈ કોર્ટે ડિસેમ્બર 2015માં રદ કર્યો હતો. આ કેસમાં કર્ણાટક ઓફ લૈંડ એક્ટના 4.20 એકર જમીનની અધિસૂચનાને રદ્દ કરવા બાબતે છે.
આ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 5.11 એકર જમીનને બી.કે. શ્રીનિવાસન દ્વારા 1962માં ખરીદવામાં આવી હતી.
જેમાં જણાવવામાં આવ્યું છે કે, 4.20 એકર જમીનને કૃષિના હેતુથી ખરીદીને તેને ઓદ્યોગિક એકમ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ કરાર D.K. શિવકુમારે જે સમયે શહેરી વિકાસપ્રધાન તરીકેનો કાર્યભાર સાચવ્યો તે સમયે કરવામાં આવ્યો હતો.
આ જમીનને શ્રીનિવાસને 18 ડિસેમ્બર 2003ના દિવસે 1.62 કરોડ રુપિયામાં ભ્રષ્ટાચાર રોકથામ અધિમિયમનો ઉલ્લંધન કરી ખરીદી લીધી હતી.