નવી દિલ્હી: જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઠે મેડિકલ પ્રવેશ NEET અને એન્જિનિયરીંગમાં પ્રવેશ માટેની JEE ને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી હતી.
આ અરજીને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટની બેંચે પૂછ્યું હતું કે શું દેશમાં બધું બંધ કરી દેવુ જોઈએ. આ રીતે કિંમતી વર્ષ કેમ વેડફી શકાય? અરજીમાં કોવિડ -19 સંક્રમણના વધતા જતા કેસોને લીધે સપ્ટેમ્બરમાં યોજાનારી JEE મેઇન્સ અને NEET UG પરીક્ષાઓને મુલતવી રાખવાની માંગ કરવામાં આવી હતી.
આ મામલાની સુનાવણી જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઠ કરી રહી છે. JEE 1-6 સપ્ટેમબરે યોજાવાની છે જ્યારે NEET 13 સપ્ટેમ્બરે યાજાવાની છે. આ પરીક્ષા સ્થગિત કરવા માટે 11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની અરજી આજે સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી.