નવી દિલ્હી: 2014માં સુપ્રીમ કોર્ટમાં આ મામલે અંસલ ભાઈઓ, (સુશીલ અંસલ અને ગોપાલ અંસલ) પર 30-30 લાખ રૂપિયોનો દંડ ફટકારી જામીન આપી દીધાં હતાં. પીડિત પક્ષના તરફથી અંસલ ભાઈઓને જેલમાં મોકલવાની માગને લઇને અરજી દાખલ કરવામાં આવી હતી. જેની પર સુનાવણી કરતા કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, 13 જૂન 1997એ ઉપહાર સિનેમામાં હિન્દી ફિલ્મ બોર્ડરના પ્રદર્શન દરમિયાન આગ લાગી હતી. જેમાં 59 લોકોના મોત થયાં હતાં.