અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરિ મસ્જિદ વિવાદ મામલામાં SCએ 26 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, 6 માર્ચે આદેશ આપશે કે, કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થા માટે મોકલવો કે નહીં. CJI રંજન ગોગાઈની અધ્યક્ષતા વાળી બંધારણીય બેંચ મધ્યસ્થાથી જૂના વિવાદનું સામાધાન કરવાની સંભાવનાઓ શોધી રહી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની બંધારણીય બેંચ સુનાવણી દરમિયાન સૂચન આપ્યું હતું કે, આ વિવાદનો આપસી સમજૂતીના આધારે સામાધાન શોધવાની એક ટકા પણ સંભાવના છે, તો સંબધિત પક્ષકારોને મધ્યસ્થાના માર્ગે જવું જોઈએ.
આ વિવાદની મધ્યસ્થાના હેઠળ સમાધાન કરવાનું સૂચન બેંચના સંભ્ય ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે અલ્હાબાદ હોઈકોર્ટના ચુકાદા સામે દાખલ કરેલી અપીલ પર સુનાવણી દરમિયાન આપ્યું હતું. પીઠે કહ્યું કે, અમે મધ્યસ્થા માટે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ. બધા પક્ષકારોને આ શબ્દનો ઉપયોગ કર્યો છે કે, આ મામલો પરસ્પર વિરોધી નથી. અમે મધ્યસ્થા માટે એક તક આપવા માગીએ છીએ.
બંધારણીય બેંચના અન્ય સભ્યોમાં ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તી ધનન્જય વાઈ ચંન્દ્રચુંડ, ન્યાયમૂર્તી અશોક ભૂષણ અને ન્યાયમૂર્તી અબ્દુલ નજીર સામેલ છે. આ મામલાની સુનાવણી દરમિયાન કેટલાક મુસ્લિમ પક્ષકારોએ કહ્યું હતું કે, આ ભૂમિ વિવાદનું સામાધાન કરવા માટે SC દ્વારા મધ્યસ્થાની નિયુક્તિ માટેના સૂચનથી સંમત છે. રામલલ્લા વિરાજમાન સહિતના કેટલાક હિંદુ પક્ષકારો આને આપત્તિ કરતા કહ્યું કે, આ મધ્યક્ષતાની પ્રક્રિયા પહેલા પણ ઘણીવાર નિષ્ફળ રહી છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ 2010ના ચુકાદાની વિરૂદ્ધ કોર્ટમાં કુલ 14 અપીલ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 2.77 એકર વિવાદિત ભૂમિ ત્રણ ભાગમાં સુન્ની વક્ત બોર્ડ, રામલલ્લા અને નિર્મોહી અખાડાની વચ્ચે વહેંચી દીધી હતી.