સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેચ દ્વારા આ અરજી દાખલ કરનાર રૉના પૂર્વ અધિકારી રામ કુમાર યાદવ પર 50,000 રૂપિયા દંડ પણ ફટકાર્યો છે. કૉર્ટે અરજીને કાયદાકીય રીતે અસ્વીકાર્ય ગણાવી છે.
આ અરજીમાં જણાવ્યું છે કે, POK અને ગિલગિટ ભારતના એ વિસ્તાર છે, જ્યાં પાકિસ્તાને કબ્જો જમાવી લીધો છે અને સરકારે આ બંને વિસ્તારોમાં 24 નવી વિધાનસભા બેઠકો બનાવી છે.
તેમાં કહેવાયું છે કે, વિધાનસભા બેઠકોના આધારે POK અને ગિલગિટમાં લોકસભા બેઠકો જાહેર કરવા માટે કૉર્ટ દ્વારા સરકારને આદેશ કરવામાં આવે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર મૂળ કાશ્મીરનો એ ભાગ છે, જ્યાં પાકિસ્તારને 1947માં હુમલો કરી હક જમાવ્યો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચે આ વિવાદીત વિસ્તાર છે. તેની સીમાઓ પાકિસ્તાના પંજાબ અને ઉત્તર પશ્ચિમી સીમાઓથી પશ્ચિમમાં, ઉત્તર પશ્ચિમમાં અફઘાનિસ્તાનના વાખાન થઈ, ચીનના જિન્જિયાંગ ઉયધૂર સ્વાયત્ત વિસ્તારથી ઉત્તર અને ભારતીય કાશ્મીરના પૂર્વમાં મળે છે.
આ વિસ્તારના પૂર્વ કાશ્મીર રાજ્યના કેટલોક ભાગ, ટ્રાંસ-કાકાકોરમ ટ્રેક્ટને પાકિસ્તાન દ્વારા ચીનને આપી દેવાયું હતુ. માત્ર આટલા વિસ્તારનો બે ભાગમાં વહેંચી દેવાયો હતો. ઉત્તર ક્ષેત્ર અને આઝાદ કાશ્મીર.
આ વિષય પર પાકિસ્તાન અને ભારત વચ્ચે 1947માં યુદ્ઘ પણ થયું હતુ. ભારત દ્વારા આ વિસ્તારને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કહેવામાં આવે છે.