રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની સુનાવણી ચાલી હતી. સુપ્રીમ કોર્ટે રાજકીય રીતે મહત્વપૂર્ણ 70 વર્ષ જૂના કેસમાં પોતાનો નિર્ણય ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. આવતીકાલે 10:30 વાગ્યે ચૂકાદો આવશે.
વરિષ્ઠ પોલીસ અધિયક્ષ આશિષ તિવારીએ જણાવ્યું કે, રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ પર જ્યારે નિર્ણય આવશે ત્યારે શાંતિ જાળવવા માટે જિલ્લાના 1600 વિસ્તારો પર એટલી જ સંખ્યામાં સ્વયંસેવકોને કરાયા તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો...આવતીકાલે અયોધ્યા ચુકાદો: દેશભરમાં એલર્ટ, મોદીએ શાંતિ જાળવવા કરી અપીલ
SSPએ જણાવ્યું કે, 'તેઓ આતંકવાદી હુમલાઓ, કોમી રમખાણો, જાહેરમાં આક્રોશ અને વિવાદિત સ્થળો પર કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર છે અને તમામ ભૂલો પણ ધ્યાનમાં લેવામાં આવી છે'
પ્રશાસને સૂચનાઓના આદાન પ્રદાન માટે સ્વયંસેવકોનું વોટ્સએપ ગૃપ પણ બનાવ્યું છે.
SSPએ જણાવ્યું કે, તેમણે ચાર સુરક્ષાક્ષેત્ર બનાવ્યા છે: લાલ, પીળો, લીલો અને વાદળી. લાલ અને પીળો સુરક્ષા ક્ષેત્ર સેન્ટ્રલ પેરા લશ્કરી દળ (CPMF) દ્વારા સંચાલિત કરવામાં આવશે, જ્યારે લીલો અને વાદળી સુરક્ષા ક્ષેત્ર પોલીસ હેઠળ રહેશે.