નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે PSA હેઠળ ઉમર અબ્દુલ્લાની અટકાયત વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરાશે. નોંધનીય છે કે, બુધવારે સુનાવણી શરૂ થાય તે પહેલાં જસ્ટિસ શાંતનાગૌદરે પોતાને કેસથી દૂર કરી દીધા હતા. જેના કારણે કેસની સુનાવણી 13 ફેબ્રુઆરીએ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઉમર અબ્દુલ્લાની બહેન સારા પાયલટ દ્વારા PSA એક્ટ હેઠળની કાર્યવાહી સામેે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઈ છે.