ભાજપ જોઇન્ટ કર્યા પછી અભિનેતાએ કહ્યું કે તેના પિતા ધર્મેન્દ્ર અટલ જી સાથે હતા અને તે મોદી સાથે જોડાયેલા છે. માહિતી મુજબ કેટલાક દિવસો પહેલા પુણે એયરપોર્ટ પર સની દેઓલની ભાજપા અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત થઇ હતી.

સની દેઓલે ભાજપા કાર્યાલયમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, મારા પિતા અટલજી સાથે હતા અને હું મોદી સાથે જોડાવવા માટે આવ્યો છું. હું આ પરિવાર એટલે કે ભાજપા માટે જે કરી શકુ છુ તે હું કરીશ, હું વાત જ નહીં કરતો પરંતુ કરી પણ બતાવુ છું. વધુમાં જણાવવામાં આવે તો સની દેઓલને પક્ષે ગુરદાસપુરાથી ટિકિટ આપી છે.