ચંદીગઢ: ભાજપ સાંસદ અને બૉલિવૂડ એક્ટર સની દેઓલ અવાર-નવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવતા હોય છે. એક્ટર ફરી પાછા એક વખત પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યાં છે. જેમાં તેમણે કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી છે. સની દેઓલે કહ્યું કે, મને જાણવા મળ્યું કે, રાજ્ય સરકારના કર્મચારીઓ લોકોને હેરાન કરે છે અને કહી રહ્યા છે કે, જનતાએ ખોટા વ્યક્તિની પસંદગી કરી છે, હું આ તમામ મુદ્દામાં ધ્યાન આપતો નથી. હું વિવાદીત નિવેદનો આપવામાં વિશ્વાસ નથી રાખતો. કારણ કે, લોકો જાણે જ છે કે, કોઈ વ્યક્તિને માર મારવાની વાત આવે ત્યારે હું ફિલ્મોની જેમ શ્રેષ્ઠ છું.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કોંગ્રેસ ધારાસભ્ય જોગિંદર પાલે કહ્યું હતું કે, એક અભિનેતાને પાર્ટીએ નેતા બનાવી ભૂલ કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, આમાં સની દેઓલની કોઈ ભૂલ નથી, તેમને રાજનીતિનું જ્ઞાન નથી. ભૂલ તો ભાજપની છે, મને નથી ખબર સનીને રાજનીતિમાં આવવા માટે મજબૂર કેમ કરવામાં આવ્યો. તે આજે પણ એવી જ રીતે નાચે છે, જેવી રીતે તે ફિલ્મોમાં નાચતો હતો.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસે સનીએ ડાન્સ કર્યો હતો, જેથી તે ચર્ચામાં આવ્યો હતો. આ અગાઉ ગુરદાસપુરમાં એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. જેમાં સની દેઓલનો ફોટો લગાવેલો હતો અને તેમાં લખેલું હતું 'ગુમ ગયો છે'.