લખનઉ : સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની સોમવારે મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં સરકાર તરફથી અયોધ્યાના રૌનાહીમાં મસ્જિદ નિર્માણ માટે ફાળવાયેલી 5 એકર જમીનનો સ્વીકાર કરી લીધો છે.
ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટના આદેશથી રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલી 5 એકર જમીનનો સ્વીકાર કરતાં તેની પર મસ્જિદની સાથે 'ઝંડો ઈસ્લામિક' રિસર્ચ સેન્ટર, હોસ્પિટલ અને લાઈબ્રેરી બનાવવાનો નિર્ણય કર્યો છે.
બોર્ડના અધ્યક્ષ જુફર ફારુકીએ બોર્ડની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું કે, બોર્ડની બેઠકમાં સરકારે ફાળવેલી જમીન લેવાનો નિર્ણય કરાયો છે.
આ અંગે ઈટીવી ભારત સાથે વાતચીત કરતા યુપીના રાજ્ય પ્રધાન મોહસિન રજાએ જણાવ્યું કે, તેઓ બોર્ડના આ નિર્ણય પર સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના તમામ સદસ્યો અને ચેરમેનને શુભેચ્છા પાઠવે છે અને આ નિર્ણયનું સ્વાગત કરે છે. આ નિર્ણયે એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપ્યું છે. એકતરફ ભવ્ય મંદિરનું કામ થશે, તો બીજીતરફ મસ્જિદ બનશે. જેનો નઝારો પણ સોહાર્દ ભર્યો હશે.