ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - રવિવારનો દિવસ તમારા માટે કેવો

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

author img

By

Published : Feb 16, 2020, 6:01 AM IST

મેષ: તમામ સાંસારિક બાબતોથી પર રહીને આપ આજે આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આજે આપ ઉંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્‍યમય વિદ્યાઓ તરફ આપનું વિશેષ આકર્ષણ રહે. આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાના યોગ છે. વાણી પર સંયમ રાખવાથી આપ અનર્થો ટાળી શકશો. હિતશત્રુઓથી ચેતતા રહેવાની સલાહ આપવામાં આવે છે. આજે નવું કાર્ય શરૂ ન કરવું. પાણી અને સ્‍ત્રીથી દૂર રહેવું. આકસ્મિક ધનલાભનો યોગ છે.

વૃષભ: આપનો આજનો દિવસ શુભ ફળદાયી નીવડશે. આજે આપ શરીરથી સ્‍વસ્‍થ અને મનથી પ્રફુલ્લિત રહો. પરિવારજનો અને નિકટના સગાંસંબંધીઓ સાથે વધારે સમય વીતાવશો. સામાજિક અને જાહેરજીવનમાં આપ સફળતા અને યશ પ્રાપ્‍ત કરશો. વિદેશથી કે દૂરથી સારા સમાચાર મળે. દાંપત્‍યજીવનમાં મધુરતા પ્રસરશે. તેમજ સારું લગ્‍નસુખ મેળવી શકાશે. આકસ્મિક ધનલાભનો યોગ છે.

મિથુન: આજે આપનો દિવસ એકંદરે સારો રહેવાનું જણાઈ રહ્યું છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. સુખદાયક બનાવો બને. આજે આપના નાણાં ખર્ચ થાય. પરંતુ તે બિનજરૂરી ન હોય. આર્થિક લાભની શક્યતાઓ નકારી શકાય નહીં. આરોગ્‍ય નિરામય રહે અને કરેલાં કાર્યોમાં યશપ્રાપ્તિ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. અટવાયેલા કાર્યો પૂર્ણ થાય. સ્‍વભાવમાં ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહે. તેથી વાતચીત દરમ્‍યાન ઉગ્રતા ટાળવી, નહીં તો કામ બગડી શકે છે. સહકર્મચારીઓનો સાથ સહકાર મળી શકશે. પ્રતિસ્‍પર્ઘીઓ પર વિજય મેળવી શકો.

કર્ક: આજે દરેક મોરચે થોડીક સાવધાની રાખવાની આપને પૂર્વ ચેતવણી આપવામાં આવે છે. આજે આપનું શારીરિક સ્‍વાસ્‍થ્‍ય અને મનનું આરોગ્‍ય કથળવાની શક્યતા હોવાથી સાચવજો. નવા કાર્યની શરૂઆત શક્ય હોય ત્યાં સુધી મુલતવી રાખવી. માનસિક અશાંતિ અને ઉદ્દેગના કારણે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં પણ મજા નહીં આવે. પેટની તકલીફથી સાચવવું પડશે જેમાં ખાસ કરીને અપચો-અજીર્ણ થઈ શકે છે. આકસ્મિક ધનખર્ચના સંજોગો બની શકે છે. પ્રિયપાત્ર સાથે સંબંધો સાચવવા વિશેષ પ્રયાસ કરવા પડશે. યાત્રા- પ્રવાસ ટાળવા.

સિંહ: આજે શારીરિક, માનસિક રીતે આપ થોડા અસ્‍વસ્‍થ અને બેચેન રહેશો. ઘરમાં સ્‍વજનો સાથે અણબનાવનો ટાળવા માટે કોઈ મોટી ચર્ચામાં ના પડવું અથવા પોતાની વાત સાચી ઠેરવવાની જીદ છોડવી. માતા સાથે મનદુ:ખ ટાળવા માટે તેમની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. જમીન, મકાન, વાહન વગેરે બાબતોમાં મહત્ત્વના કાગળિયા પર સહીસિક્કા કરવામાં સાવધાની રાખવી. મન ભાવનાઓથી આર્દ્ર બની શકે છે. નકારાત્‍મક વિચારો મનમાંથી કાઢી નાખવા.

કન્યા: આજે આપને કોઇપણ કાર્યમાં અવિચારી રીતે ન ઝંપલાવવાની સલાહ છે. સહોદરો સાથે સારી રીતે સમય પસાર થાય. ચિત્તમાં પ્રસન્‍નતા રહે. લાગણીસભર સંબંધોથી આપ દ્રવીભૂત થાવ. મિત્રો- સ્‍વજનોથી મુલાકાત થાય. ભાઇ- બહેનોથી લાભ થાય. પ્રતિસ્પર્ધીઓ સામે આપ ટક્કર ઝીલી શકો. ગૂઢ અને રહસ્‍યમય તેમજ આધ્‍યાત્મિક બાબતોમાં સિદ્ધિ મળે.

તુલા: આજે આપનું માનસિક વલણ ઢચુપચુ રહે. તેના કારણે કોઇપણ નિશ્ચતિ નિર્ણય પર ન આવી શકો. નવા કાર્યની શરૂઆત કે મહત્ત્વના નિર્ણય લેવામાં બીજાની મદદ લેશો તો ફાયદામાં રહેશો. પરિવારજનો સાથે વાદવિવાદ ટાળવા માટે સૌની સાથે નમ્ર વલણ અને આદરભાવ રાખવો. જીભ પર સંયમ આપના માટે જરૂરી બની જશે. જિદ્દી વલણ છોડીને સમાધાનકારી વલણ અપનાવવાની આપને ખાસ સલાહ છે. સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું.

વૃશ્ચિક: આજે આપને તન અને મનની પ્રસન્‍નતા રહેશે. કુટુંબ સાથે ખુશખુશાલ સમય પસાર થાય. દોસ્‍તો કે સગાંસ્‍નેહીઓ તરફથી આપને ઉપહાર મળે. પ્રિયજન સાથેની મુલાકાતમાં સફળતા મળે. માંગલિક પ્રસંગમાં જવાનું થાય. ધનલાભ અને પ્રવાસના યોગ છે. દાંપત્‍યજીવનમાં પ્રસન્‍નતાનો અનુભવ કરશો.
ધન: આજનો દિવસ થોડો કષ્ટદાયક હોવાથી તેને સાચવી લેવાની સલાહ છે. કુટુંબના સભ્‍યો સાથે મનદુ:ખનો પ્રસંગ ટાળજો અને દરેકની વાત સમજવાનો પ્રયાસ કરજો. સ્‍વભાવમાં ઉગ્રતા અને આવેશ ક્યારેય પણ કોઈ સમસ્યાનો ઉકેલ નથી તે વાત આજે ધ્યાનમાં રાખવી. તંદુરસ્‍તીની વધુ કાળજી લેવી. વાણી અને વર્તનમાં સંયમ રાખવાથી સમસ્યાઓ ટળશે. અકસ્‍માતથી સંભાળવું. વધુ પડતો નાણાંખર્ચ થાય. કોર્ટકચેરીના પ્રશ્નોમાં સાવચેતીભર્યું કદમ ઉઠાવવું. નકામા કાર્યો પાછળ શક્તિ વેડફાય નહીં તે ધ્યાન રાખવું.

મકર: આજે મિત્રો, સગાં- સંબંધીઓ સાથે જ મુલાકાતથી આપનો દિવસ આનંદમાં વ્‍યતીત થશે. સામાજિક ક્ષેત્રે, નોકરી ધંધામાં તેમજ અન્‍ય ક્ષેત્રોમાં આપને માટે આજનો દિવસ લાભદાયક રહેશે. જીવનસાથીની શોધ કરી રહેલા યુવક યુવતીઓ માટે લગ્‍નનો પ્રશ્ન નજીવા પ્રયત્‍નથી ઉકેલાઈ જશે. પ્રવાસ પર્યટનનો યોગ છે. આપના પ્રિયપાત્ર સાથે મધુર મુલાકાત થાય. પત્‍ની, પુત્ર વગેરેનો સાથ સહકાર મળશે. આજે ઘરમાં કોઇ શુભ પ્રસંગ થવાની શક્યતા છે.

કુંભ: આપનો આજનો દિવસ શુભફળદાયક છે. આજે દરેક કાર્યમાં સરળતાથી સિદ્ધિ મળે. પરિણામે આપ માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. નોકરી- વ્‍યવસાયના સ્‍થળે પણ આપને સફળતા મળશે. ઉપરી અધિકારીઓની કૃપાથી નોકરીમાં આપને બઢતી મળે. વડીલ વર્ગના આશીર્વાદ પણ આપની સાથે જ છે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. ધનપ્રાપ્તિના યોગ છે. ગૃહસ્‍થજીવનમાં આનંદ વ્‍યાપી રહેશે.

મીન: મનમાં રહેલી અસ્‍વસ્‍થતાથી આપે આજે બચવું પડશે. તેના માટે કોઈ મનપસંદ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકો છો. શરીરમાં થાક અને કંટાળો ટાળવા માટે પુનરુર્જિત થવાય તેવા કોઈપણ કાર્યોમાં ભાગ લઈ શકો છો. ઉપરી અધિકારીઓ સાથે સાચવીને કામ કરવું. સંતાનોની બાબતમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ નિવારવો. આરોગ્‍યની વધુ કાળજી લેવાની સલાહ છે. અગત્‍યના નિર્ણયો લેવાનું આજે મોકૂફ રાખવું. વેપારીઓને વ્‍યવસાયમાં અવરોધ આવી શકે છે. નકારાત્‍મકતા મન પર હાવિ ન થઇ જાય તેનો ખ્‍યાલ રાખવો.

Intro:Body:

blank - 11

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.