ઉદયપુરના ગોવર્ધન વિસ્તારમાં આવેલી હોટલમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. હોટલના રૂમમાં જ પરિવારે ઝેર પીને પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પહેલા પતિ અને પત્નીએ ત્યારબાદ તેમના બે સંતાનોએ ઝેર ગટગટાવ્યું હતું. જેમાં પતિ-પત્નીનું હોટલના રૂમમાં જ મોત થયું હતું. જ્યારે બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં બંનેની હાલત નાજૂક હોવાનું જાણવા મળે છે.
જ્યારે એક જ પરિવારના 4 લોકોએ ઝેરી દવા ખાધી હતી. હોટલના કર્માચારીઓએ રુમની તપાસ કરતા પતિ-પત્ની અને તેમના બાળકો બેભાન અવસ્થામાં જોવા મળતા તેમને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરિવારના ચારેય સભ્યોને એમબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે પતિ-પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યા છે. જ્યારે બંને બાળકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસને હજૂ આત્મહત્યાનું કોઈ ચોકક્સ કરાણ સામે આવ્યું નથી.