હૈદરાબાદઃ તેલંગાણાની રાજધાનીમાં સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુડાનની એક 62 વર્ષીય મહિલાનું મોત થયું છે. પોલીસે જણાવ્યું કે, મહિલાની ઓળખ હાઇબા મોહમ્મદ તાહા અલીના રુપમાં થઇ છે.
એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે, બધા ઔપચારિકતાઓને પુરા કર્યા બાદ બોર્ડિંગ ગેટ પર મહિલાનું મોત થયું છે. મહિલા બદ્ર એરલાઇન્સની ઉડાન J4-226/227ની યાત્રી હતી. આ ઉડાન સુડાનથી હૈદરાબાદ થઇને મસ્કટ જઇ રહી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું કે, સવારે સાત કલાકે સુડાનની મહિલા વ્હીલચેર પર એરપોર્ટ આવી હતી અને અચાનક બોર્ડિંગ ગટ પર પડી જતા તેને અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલા કેન્સરની દર્દી હતી અને તેની સારવાર હૈદરાબાદની હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનાથી ચાલી રહી હતી.