કર્ણાટકઃ હુબલીમાં પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા. કે. એલ. ઈ. એન્જીનિયરિંગમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓએ એક વીડિયો બનાવી પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. જે બાદ આ વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો તેમણે કે. એલ. ઈ. એન્જીનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં બનાવ્યો હતો.
શુક્રવારે પુલવામા થયેલા હુમલાની વરસીમાં આખો દેશ શોક મનાવી રહ્યો હતો. આ દરમિયાન અમીર, બેસેથ. થેલમ નામના વિદ્યાર્થીઓએ પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવ્યા હતા. પોલીસે આ વીદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
હુબલી પોલીસ કમિશનર આર દલીપે જણાવ્યું કે, હાલ ત્રણેય વીદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. હોસ્ટેલમાં પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવવા બદલ તેમના પર દેશદ્રોહનો ગુનો લગાવવામાં આવ્યો છે. આ મામલે કોલેજના આચાર્યએ ફરિયાદ નોંઘાવી છે. આ મામલે તેમનું લેપટોપ તથા મોબાઈ જપ્ત કરવામાં આવ્યા છે. તેમને અટકાયતમાં રાખી આગળની કાર્યવાહી ચાલુ છે.