નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે યુનિવર્સિટીઓમાં છેલ્લા વર્ષની પરીક્ષાઓ યોજવા માટે લીલી ઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પ્રમોશન ન આપી શકાય. આગલા વર્ગમાં જવા માટે પરીક્ષા લેવી જરૂરી છે.
કોર્ટે કહ્યું કે, રાજ્યોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પરીક્ષાઓ લેવી જોઈએ. જેમાં કહેવામાં આવ્યું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ રાજ્યોમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પરીક્ષા સ્થગિત કરી શકાય છે અને તારીખ નક્કી કરવા માટે યુજીસીની સલાહ લઈ શકાય છે.