કૉલંબિયા યુનિવર્સિટીના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટમાં ચીફ ડિજીટલ ઓફિસર રહી ચૂકેલા શ્રીનિવાસન વિદ્યાર્થીઓના વીઝામાં હાનીકારક ફેરફારો અને H1B અને L1 વીઝા અટકાવીને ટ્રમ્પ તેમના રૂઢિચૂસ્ત અને વંશવાદી ટેકેદારોને રાજી કરી રહ્યા છે. ન્યૂ યોર્કથી સ્મીતા શર્મા સાથે તેમણે વાતચીત કરતાં કહ્યું કે ઇન્ડિયન અમેરિકન સમુદાય સામુહિક રીતે મતદાન નથી કરતો, તેમના માટે આ ચેતવી જવા જેવો સંદેશ છે. તેમની સાથે વાતચીતના અંશોઃ
સવાલઃ તમે જણાવી શકસો કે F1 વીઝામાં શું ફેરફારો થયા છે અને આગામી સેમેસ્ટરમાં ઓનલાઇન અભ્યાસ હશે તો વિદ્યાર્થીઓએ અમેરિકા છોડવું પડશે?
અત્યારે બહુ અનિશ્ચિતતા ઊભી થઈ છે. ટ્રમ્પ આવું જ કરે છે. તેમના માટે અંધાધૂંધી કાયમી છે અને તે રીતે ખોટી માહિતી, નકલી માહિતી ફેલાવીને પોતાની રંગભેદી અને ભેદભાવની નીતિને અપનાવે છે. આપણે જોયું છે કે અમેરિકા આરોગ્યની બાબતમાં નિષ્ફળ ગયું છે અને આર્થિક બાબતો તથા રંગભેદી અન્યાયની બાબતમાં પણ નિષ્ફળ ગયું છે. ઇમિગ્રેશનમાં હજી ઘણું બધું થવાનું છે અને પ્રમુખ ટ્રમ્પના વહિવટીતંત્રે જે કંઈ કર્યું છે તેનાથી સૌને ચિંતા થવી જોઈએ.
આ વિશે થોડી વધુ સ્પષ્ટતાઓ કરવામાં આવશે એવી અમે આશા રાખીએ છીએ. વિદ્યાર્થીઓએ કાંતો છોડીને જવું પડશે અને નહિતો પછી બીજી સ્કૂલ કે જ્યાં ક્લાસ લેવાના હોય ત્યાં જવાનો વિકલ્પ અપનાવવો પડશે. સારા સમાચાર એ છે કે ઘણી સ્કૂલમાં નિયમિત વર્ગો ફરી શરૂ થવા લાગ્યા છે. પણ ઘણા લોકો માટે પાનખર સેમેસ્ટર વહેલા ચાલુ થવાના છે તેનાથી મુશ્કેલી પણ થશે. જોકે બહુ હલચલ મચી છે એટલે કદાચ આ નિર્ણયમાં કોઈ ફેરફારો થાય પણ ખરા.
પણ આમાં કોઈ નવાઈની વાત નથી. આ સરકાર ઇમિગ્રેશન વિરોધી છે. લોકો અહીં આવ્યા અને સફળ થયા તે ઇમિગ્રેશન પોલિસીને કારણે અને વિદ્યાર્થીઓ અહીં આવી શક્યા તેને કારણે. અહીં આવીને ભણી શક્યા, રહી શક્યા અને અસર પાડી શક્યા. પ્રેસિડન્ટ ટ્રમ્પને તેમાં રસ નથી. તેમને આઈઆઈટી લોકો નથી જોઈતા. આઈઆઈટી એન્જિનિયર્સ અને બીજા વિચારે છે કે ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિ તેમની સામે નથી. તેઓ અપવાદ છે. તેમને એમ કે ટ્રમ્પ તેમને ઇચ્છે છે. તેઓ તેમને નથી ઇચ્છતા. તેઓ નોર્વેના મચ્છીમારને આવકારશે, પણ ભારતના આઈઆઈટી એન્જિનિયર્સને નહિ.
સવાલઃ વિદેશી વિદ્યાર્થીઓ ખાસ કરીને ચીની અને ભારતીયોના મનમાં કેવી અનિશ્છિતતા છે?
બહુ પેનિક ફેલાયું છે. અહીં આવી ગયા છે તે વિદ્યાર્થીઓનું શું થશે તેનું ભારે કન્ફ્યુઝન છે. આવવા માગે છે તેઓ પણ મૂઝવણમાં છે કે વીઝા મળશે કે કેમ, કેમ કે વીઝા ઓફિસ હજી ખૂલી નથી. ભારે અંધાધૂંધી છે. હું વિદ્યાર્થીઓને કહું છું કે શાંતિ રાખો અને જુઓ કે આગળ શું થાય છે. ઘણી વાર ટ્રમ્પ ભારે હલચલ મચાવવા માટે કંઈ પણ કરતા હોય છે. જો આ નીતિ રહેશે તો પછી આપણે મુશ્કેલીમાં આવીશું. માત્ર ભારતીય વિદ્યાર્થીઓ નહિ, પણ અમેરિકા માટે પણ મહામુસિબત ઊભી થવાની છે.
સવાલઃ ઘણી કૉલેજમાં સેમેસ્ટરના એડમિશન થઈ ગયા છે. તો ટ્રાન્સફર કેવી રીતે મેળવવી? ભારતની ફ્લાઇટ્સ ક્યારે શરૂ થશે તે પણ નક્કી નથી તો અમેરિકા છોડે કેવી રીતે?
એ જ વાત છે. કોઈ સ્પષ્ટતા નથી. પણ આ ઇરાદાપૂર્વક જ થયેલું છે. મહામારી વચ્ચે કોણે WHOમાંથી નીકળી જવાનું નક્કી કર્યું હતું ... આ જ વહિવટીતંત્રે.
સવાલઃ H1B, L1 વીઝા સસ્પેન્ડ કર્યા, ગ્રીનકાર્ડનું શું થશે નક્કી નથી. શું ચૂંટણી વખતે મતદારોને રાજી કરવા આ થઈ રહ્યું છે?
સો ટકા. તેમના ટેકેદારો, 90 ટકા તેમની સાથે છે. દેશના લગભગ 40નું સમર્થન તેમને છે. આ રંગભેદી, વંશવાદી ટેકેદારો છે, જેમને પોતાની નોકરીની ચિંતા છે. ટ્રમ્પે અમેરિકામાં લઘુમતી અને ઇમિગ્રન્ટ્સને દુશ્મન બનાવી દીધા છે. એવું કરીને તેમનો ભય ઊભો કરાય છે અને ખોટી માહિતીઓ, અફવાઓ ફેલાવાય છે. તેમને ટેકો આપતા મીડિયા અને સોશ્યલ મીડિયા તેમના માટે જૂઠાણા ફેલાવે છે. તેઓ આમાં જ ફાવે છે.
આવી વીઝા નીતિનો વિરોધ કરનારા પણ છે. તેઓ વિરોધ કરે છે અને ઇમિગ્રેશનના ફાયદાને સમજે છે. ટેક ઇન્ડસ્ટ્રી તેના વિરોધમાં છે, કેમ કે તેમને કુશળ કર્મચારીઓ જોઈએ છે. ટેક બિઝનેસમાં એટલી બેકારી નથી અને આ ટેક જોબ આમ પણ વિદેશ જઈ રહ્યા છે. ટેક કંપનીઓ કહે છે કે તમે H1B વીઝા બંધ કરી દો તેનાથી અમેરિકનોને નોકરી મળી જશે તેવું જરૂરી નથી.
સવાલઃ ટ્રમ્પના હરિફ જો બાઇડને કહ્યું છે કે તેઓ જીતશે તો H1B વીઝા આપશે. આ બાબતોને ઇન્ડિયન અમેરિકન સમુદાય કેવી રીતે જુએ છે અને મોદી ટ્રમ્પ દોસ્તી કેવી રીતે જુએ છે?
એક સમાન ભારતીય સમુદાય છે જ નહિ. બધા વિખરાયેલા છે. ઘણા લોકો છે જે ટ્રમ્પને પસંદ કરે છે. તેમની વાતો ઘણાને ગમે છે, કેમ કે તેમને લાગે છે કે વેરા ઘટાડવાની ટ્રમ્પની વાતથી તેઓ ફાવશે. અહીં આવીને સફળ થઈ ગયેલાને લાગે છે કે નવી પેઢીએ હવે આવવાની જરૂર નથી. તેમની સામે વિરોધ કરનારા પ્રગતિશીલ લોકો પણ છે. આ બધા લોકો પ્રતિબંધો સામે લડત આપી રહ્યા છે. ઘણા સૌથી મોટા કાર્યકરોમાં ભારતીય મૂળના લોકો છે.
ભારતીય સમુદાયનો ઘણો મોટો વર્ગ સક્રિય પણ નથી. તે પોતાનામાં વ્યસ્ત હોય છે અને અમેરિકામાં શું ચાલી રહ્યું છે તેના સમાચારો જોતો નથી, રજિસ્ટ્રેશન કરાવીને મદાન કરતો નથી. પરંતુ આ ઘટનાઓ ઘણા માટે જાગી જવાનું કારણ બની છે. મેં ઘણા સાથે વાત કરી તેમને લાગતું હતું કે ટ્રમ્પ બહુ નુકસાન નહિ કરે. પણ ઇમિગ્રેશનની બાબતમાં જે થઈ રહ્યું છે તે જાગી જવા માટે નથી તો શું છે તે મને ખબર નથી. સ્ટુડન્ટ વીઝા પર કે H1B વીઝા પર આવી શકેલા અને સફળ થઈ શકેલા લોકો જો ટ્રમ્પને પસંદ કરતા હોય અને હજી પણ તેમને સમર્થન આપતા હોય તો તે બહુ મોરલ સમસ્યા ખડી કરે છે. ટ્રમ્પ કહે છે કે હું ફિફ્થ એવેન્યૂ પર કોઈને પણ શૂટ કરી શકું અને મારા કોઈ ટેકેદાર ઓછા નહિ થાય. કોઈ બીજા નેતા આવું બોલી પણ શકે કે કેમ તેની કલ્પના કરો. દક્ષિણ કોરિયા અને અમેરિકા સામે જુઓ. બંને દેશોમાં પ્રથમ કોવીડ-19નો કેસ એક જ દિવસે આવ્યો હતો. અને કોરિયામાં 200 લોકોના મોત થયા ત્યાં સુધીમાં અમેરિકામાં 50,000ના મોત થવા આવ્યા હતા. અમેરિકા કરતાં કોરિયા 15 ગણું વધારે ગીચ છે. આ બધું આપણી આંખ સામે થઈ રહ્યું છે.
સવાલઃ પ્રમુખ ટ્રમ્પે હાર્વર્ડની ટીકા કરી અને કહ્યું કે કોલેજો અને વર્ગો ખુલી જવા જોઈએ. શું F1 વીઝામાં ફેરફારોની વાત કરીને યુનિવર્સિટી પર દબાણ લાવવામાં આવ્યું છે? વર્ગો શરૂ થઈ શકે તેવી રોગચાળાની સ્થિતિ છે?
તેઓ માત્ર કોલેજો નહિ, શાળાઓને પણ ખોલી દેવા માગે છે. તેમણે કહ્યું છે કે તેઓ ગવર્નર પર શાળાઓ ખોલવા દબાણ લાવશે. દેશમાં અત્યારે રોગચાળો ફેલાઈ રહ્યો છે. તેને કાબૂમાં લેવાની કોશિશ ચાલી રહી છે. તેના બદલે રોગચાળો વધી રહ્યો છે. બીજા કોઈ દેશમાં આ રીતે આટલી ઝડપે કેસો વધ્યા નથી. એવું લાગે છે કે લોકડાઉનમાં લોકોએ જે કંઈ સહન કર્યું તે બધું પાણીમાં ગયું છે. બધું જ રાજકીય બની ગયું છે.
સવાલઃ અમેરિકાએ WHOમાંથી નીકળી જવાની વાત કરી તેની સાંસદ અમી બેરાએ ટીકા કરી છે. અમેરિકા વિશ્વની ઘણી સંસ્થાઓમાંથી નીકળી રહ્યું છે. ત્યારે વૈશ્વિક સ્થિતિ શું છે?
દરેક તબક્કે બહુ કરુણ સ્થિતિ છે. હું અને મારા જેવા ઘણાએ શરૂઆતમાં તેમની મજાક કરતા હતા. અમે માનતા હતા કે ટ્રમ્પ પ્રમુખ બનશે પછી ઠીક થઈ જશે. પણ તેમણે તો પ્રથમ દિવસથી જ પોતાની યોજના શું છે તે જણાવ્યું હતું અને આજે આપણે તે બધું જોઈ રહ્યા છે. તેઓ જે કંઈ કરી રહ્યા છે તેમાં કંઈ જ આઘાતનજક નથી, કેમ કે તેમણે કહ્યું જ હતું કે હું આવું કરવાનો છું.
-સ્મિતા શર્મા